45 વર્ષથી આ વકીલભાઈ નાસ્તામાં કાચ ખાય છે

Published: Sep 15, 2019, 09:31 IST | મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશના ડિંડોરીમાં દયારામ સાહુ નામના ભાઈ જે વ્યવસાયે વકીલ છે તેમને કાચ ખાવાની લત લાગી છે.

45 વર્ષથી આ વકીલભાઈ નાસ્તામાં કાચ ખાય છે
45 વર્ષથી આ વકીલભાઈ નાસ્તામાં કાચ ખાય છે

મધ્ય પ્રદેશના ડિંડોરીમાં દયારામ સાહુ નામના ભાઈ જે વ્યવસાયે વકીલ છે તેમને કાચ ખાવાની લત લાગી છે. તાજેતરમાં તેમનો એક વિડિયો વાઇરલ થયો છે. દયારામનું કહેવું છે કે, ‘મને હવે એનું વ્યસન થઈ ગયું છે. આ આદતને કારણે મારા દાંત પણ ખરાબ થઈ ગયા છે. હું કોઈનેય આવું કરવાની સલાહ નહીં આપું કેમ કે આ બહુ ખતરનાક બાબત છે. હવે મેં કાચ ખાવાનું ઘટાડી દીધું છે.’

આ પણ વાંચો : ગણેશ વિસર્જનમાં નાગીન ડાન્સ કરતાં યુવક માથાભેર પડ્યો અને ત્યાં જ મૃત્યુ પામ્યો

ભાઈનો દાવો છે કે ૪૫ વર્ષથી તેમને કાચ ખાવાની આદત પડી છે અને તેઓ ઇચ્છવા છતાં છોડી નથી શકતા. તેઓ તૂટેલી કાચની બોટલના ટુકડા કરે છે અને ખૂબ ચાવી-ચાવીને પેસ્ટ બનાવીને ગળી જાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK