મુકેશ અંબાણી જમ્મુ કાશ્મીર-લદાખને કરશે મોટી જાહેરાત, AGMમાં કહી આ વાત

12 August, 2019 08:09 PM IST  | 

મુકેશ અંબાણી જમ્મુ કાશ્મીર-લદાખને કરશે મોટી જાહેરાત, AGMમાં કહી આ વાત

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની 42મી AGMમાં મુકેશ અંબાણીએ ઘણી જાહેરાતો કરી છે. આ એજીએમમાં મુકેશ અંબાણીએ સ્ટેક હોલ્ડર્સને સંબોધતા જમ્મુ કાશ્મીર અને લદ્દાખના વિકાસ માટે ઘણી યોજનાઓ લાવવાની વાત કરી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગ્રહ પર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો માટે કામ કરવા માટે આતુર છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને લઈને આવનારા સમયમાં કેટલીક યોજનાઓની જાહેરાત કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને લઈને વાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિકાસની જરૂરીયાતો માટે તે સ્થાનિકોને તમામ મદદ કરવા માટે તૈયાર છે. આ ક્ષેત્રોમાં વિકાસ યોજનાઓની જાહેરાત આવનારા સમયમાં કરવામાં આવશે. મુકેશ અંબાણી એ AGMમાં કહ્યું કે, અમે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિકાસ અને ત્યાના સ્થાનિક લોકોની જરૂરીયાતો માટે પ્રતિબદ્ધ છે. રિલાયન્સ જમ્મુ-કાશ્મી અને લદ્દાખમાં વિકાસની કામગીરીમાં ઝડપ થાય તે માટે વિશેષ ટાસ્ક ફોર્સ બનાવશે.

આ પણ વાંચો: રિલાયંસની AGMમાં જિયો ફાયબર, સેટટૉપ બૉક્સ, ક્લાઉડ સર્વિસ લૉન્ચ

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં આર્ટિકલ 370 હટાવ્યા પછી પીએમ મોદીએ દેશને આ ક્ષેત્રોમાં ઈન્વેસ્ટ કરવા પર જોર મુક્યું હતું. 8 ઓગસ્ટે વડાપ્રધાન મોદીએ દેશને સંબોધી હતી જેમાં તેમણે વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા પર ભાર મુકવા કહ્યું હતું જેની મદદથી સ્થાનિકો માટો રોજગારીની નવી તકો ઉભી થાય

mukesh ambani jammu and kashmir gujarati mid-day