મહેબૂબા મુફ્તીની પુત્રીનો ગંભીર આરોપ, કાશ્મીરીઓ સાથે જાનવરો જેવું વર્તન

16 August, 2019 02:44 PM IST  | 

મહેબૂબા મુફ્તીની પુત્રીનો ગંભીર આરોપ, કાશ્મીરીઓ સાથે જાનવરો જેવું વર્તન

મહેબૂબા મુફ્તીની પુત્રીનો ગૃહપ્રધાનને પત્ર

 જમ્મુ કાશ્મીરના મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીની પુત્રી ઈલ્તિઝાએ વધુ એક ઓડિયો મેસેજ જાહેર કર્યો છે. ઈલ્તિઝા જાવેદે આરોપ લગાવ્યો છે કે મહેબૂબા મુફ્તીની ધરપકડ કર્યા પછી કેટલાક દિવસ તેમને ઘરમાં નજરબંધ રાખવામાં આવ્યા હતા. ઈલ્તિઝાએ ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખ્યો છે. પત્રમાં ઈલ્તિઝાને મીડિયા સાથે વાત કરવા પર મળતી ધમકીઓ વિશે જાણ કરાઈ છે. ઈલ્તિઝાએ કહ્યું કે કાશ્મીરીઓને જાનવરોની જેમ રાખવામાં આવ્યા અને માનવઅધિકારોથી વંચિત રાખવામાં આવ્યાં. મીડિયા સાથે વાત કરવા માટે ગંભીર પરિણામો ભોગવવાનું ધમકી આપવામાં આવી.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સભામાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં આર્ટિકલ 370 હટાવવા પહેલા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાહને પણ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. 4 ઓગસ્ટે બન્ને મોટા નેતાઓને તેમના ઘરમાં નજરબંધ કરાયા હતા. આ પહેલા મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે, અમે કેન્દ્ર સરકારને બતાવીશું કે, આર્ટિકલ 370 અને 35A સાથે છેડછાડ કરવાના ખતરનાક પરિણામ ભોગવી શકે છે. ઓમર અબ્દુલ્લાહ પણ નજરબંધ હોવાનો દાવો કરી ચૂક્યા છે.

આ પણ વાંચો: જાણો આખરે કેમ પાકિસ્તાનમાં ઈન્ટરનેટ પર ખૂબ સર્ચ થયું PM મોદીનું ભાષણ

ઉલ્લેખનીય છે કે, આર્ટિકલ 370 નાબૂદ કરવાની સાથે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરતા તેમને કેન્દ્રસાશિત રાજ્ય ઘોષિત કર્યા છે. આર્ટિકલ 370 નાબૂદ કર્યા પછી પરિસ્થિતિ વણસે નહી તે માટે કેન્દ્ર સરકારે પહેલાથી 35,000 કરતા વધારે જવાનો ખડક્યા હતા. જો કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હાલ પરિસ્થિતિ સામાન્ય છે અને જનજીવન સામાન્ય બન્યું છે.

amit shah mehbooba mufti gujarati mid-day