પાકિસ્તાની ગાયકો સાથે કામ કરવાનું કરો બંધ: મનસેની મ્યુઝિક કંપનીઓને ધમકી

17 February, 2019 05:55 PM IST  | 

પાકિસ્તાની ગાયકો સાથે કામ કરવાનું કરો બંધ: મનસેની મ્યુઝિક કંપનીઓને ધમકી

અમેય ખોપકર (ફાઇલ ફોટો)


14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો પર થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા. દેશ હજુ આ આતંકી હુમલાના આઘાતમાં છે. આ ઘટનાને લઇને એક તરફ પાકિસ્તાનની નિંદા થઇ રહી છે તો બીજી તરફ મહારાષ્ટ્ર નવનિર્ણાણ સેના (મનસે)ની ફિલ્મ વિંગે મ્યૂઝિક લેબલ કંપનીઓને પાકિસ્તાની સિંગર્સ સાથે કામ ન કરવા માટે ધમકી આપી છે.

મનસેની ચિત્રપટ સેનાના પ્રમુખ અમેય ખોપકરે જણાવ્યું છે કે, અમે ટી-સીરીઝ, સોની મ્યૂઝિક, વિનસ, ટિપ્સ મ્યૂઝિક જેવી ભારતીય મ્યૂઝિક કંપનીઓને પાકિસ્તાની ગાયકો સાથે કામ કરવાની ના પાડી છે. આ કંપનીઓએ પાકિસ્તાની સિંગર્સ સાથે કામ કરવાનું તરત બંધ કરવું જોઇએ. નહીંતો પછી અમે અમારી રીતે કાર્યવાહી કરીશું. તાજેતરમાં જ ભૂષણ કુમારની ટી-સીરીઝે રાહત ફતેહ અલી ખાન અને આતિફ અસલમ સાથે બે અલગ-અલગ ગીતો માટે ડીલ કરી હતી.

આ પણ વાંચો: ભારતને વર્લ્ડકપ 2019 માટે જીતનો દાવેદાર નથી માનતા ગાવસ્કર

ખોપકરે દાવો કર્યો છે કે ટી-સીરીઝે તેમની ચેતવણી બાદ પોતાના યૂટ્યૂબ ચેનલ પરથી આ સિંગર્સના ગીત હટાવી લીધા છે. આવું પહેલીવાર નથી થયું. આ પહેલા 2016માં ઉરી હુમલા બાદ રાજ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટીએ ભારતમાં કામ કરી રહેલા તમામ પાકિસ્તાની કલાકારોને ભારત છોડીને જવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. ત્યારે ફવાદ ખાન તેમજ માહિરા ખાન જેવા પાકિસ્તાની કલાકારોનો દેશભરમાં વિરોધ થયો હતો.

maharashtra navnirman sena mumbai maharashtra