ભાજપે શિવસેનાના ફૉર્મ્યૂલાને ઠુકરાવ્યો,આપ્યા દબાણને વશ નહીં થવાના સંકેત

29 October, 2019 02:38 PM IST  |  મુંબઈ

ભાજપે શિવસેનાના ફૉર્મ્યૂલાને ઠુકરાવ્યો,આપ્યા દબાણને વશ નહીં થવાના સંકેત

દેવેન્દ્ર ફડણવીસ

ભાજપે મહારાષ્ટ્રમાં શિવસેનાના 50-50 ફૉર્મ્યૂલા પર સાફ કરી દીધું છે કે તેઓ રાજ્યમાં મુખ્યમંત્રીનું પદ શિવસેના સાથે વહેંચશે નહીં. ભાજપના નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમારી પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે એ વાતની પુષ્ટિ કરી છે કે શિવસેનાની સાથે મુખ્યમંત્રીનું પદ વહેંચવાને લઈને કોઈ નિર્ણય નથી થયો. રાજ્યમાં સરકારની રચનાને લઈને પણ કોઈ ફૉર્મ્યૂલા નથી નક્કી થયો.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એ પણ સ્પષ્ટ કર્યું કે સરકારની રચનાને લઈને શિવસેના તરફથી હજી સુધી કોઈ માંગણી નથી કરવામાં આવી. જો કોઈ માંગણી રાખવામાં આવશે તો અમે તેના આધાર પર નિર્ણય કરીશું. સાથે તેમણે એમ પણ કહ્યું કે ભાજપ આગામી પાંચ વર્ષ સુધી ગઠબંધનની સ્થિર અને મજબૂત સરકારનું નેતૃત્વ કરશે. ત્યાં જ તો સૂત્રોનું માનીએ તો મહારાષ્ટ્રમાં ભાજપ પોતાની સહયોગી શિવસેનાની દબાણની રાજનીતિ સામે નહીં ઝુકે. સૂત્રોએ જણાવ્યું કે એ સંભવ છે કે ભાજપ શિવસેનાને નાયબ મુખ્યમંત્રીનું પદ આપે. તો શિવસેના અઢી-અઢી વર્ષના ફૉર્મ્યૂલા પર અડગ છે. માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહની પહેલથી બંને પક્ષ વચ્ચે 1995ની ફૉર્મ્યૂલાથી સમાધાન કરાવવામાં આવશે. જેના અનુસાર વધુ બેઠક મેળવનાર દળના નેતા મુખ્યમંત્રી અને ઓછી બેઠક મેળવાનાર દળના નેતા નાયબ મુખ્યમંત્રી બનશે.

આ પણ જુઓઃ મહારાષ્ટ્રમાં સત્તાને લઈને 1995નો ફૉર્મ્યૂલા થઈ શકે છે લાગૂ

શિવસેનાએ ભાજપ પર દબાણ બનાવવાની રણનીતિ અપનાવી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે કહી ચુક્યા છે કે જો અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બનાવવા પર ભાજપ સહમત ન થયું તો તેમના પાસે અન્ય વિકલ્પો પણ છે. શિવસેનાના અન્ય નેતાઓ પણ ભાજપ પર દબાણ બનાવી રહ્યા છે. આ જ કારણ છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનવા છતા NDAની સરકાર બનવાવી રસ્તો સરળ નથી. એવામાં હવે અમિત શાહની મુલાાકાકત પર સૌ કોઈની નજર રહેલી છે.

devendra fadnavis uddhav thackeray shiv sena bharatiya janata party