કર્ણાટકનું નાટકઃ રાજ્પાલે ફરી આપી ડેડલાઈન, કોંગ્રેસ પહોંચી સુપ્રીમમાં

19 July, 2019 06:58 PM IST  |  કર્ણાટક

કર્ણાટકનું નાટકઃ રાજ્પાલે ફરી આપી ડેડલાઈન, કોંગ્રેસ પહોંચી સુપ્રીમમાં

તસવીર સૌજન્યઃ ANI


કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલું રાજકીય નાટક પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું. સ્પીકરે હજી સુધી ફ્લોર ટેસ્ટ માટે મત નથી લીધા. રાજ્યપાલ વજુભાઈ વાળાએ કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનની સરકારે ફરી એકવાર બહુમતિ સાબિત કરવા માટે શુક્રવાર સાંજના છ વાગ્યા સુધીનો સમય આપ્યો છે. કોંગ્રેસે રાજ્યપાલની દખલ અંદાજીને લઈને સુપ્રીમ કોર્ટ પહોંચી છે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ દિનેશ ગુંડૂરાવે અરજી કરીને સુપ્રીમ કોર્ટે 17 જુલાઈના આદેશને સ્પષ્ટ કરવાનું કહ્યું છે. કોંગ્રેસના નેતાએ અરજીમાં કહ્યું છે કે કોર્ટ સ્પષ્ટ કરે કે 15 ધારાસભ્યોને સદનની કાર્યવાહીમાંથી છૂટ આપવાનો આદેશ પાર્ટી વ્હિપ જાહેર કરવાનો સંવેધાનિક અધિકાર પર લાગૂ નથી થતો.

આ પહેલા રાજ્યપાલે કુમારસ્વામીના નેતૃત્વ વાળી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને બહુમતિ સાબિક કરવા માટે શુક્રવારે બપોરે દોઢ વાગ્યા સુધીનો સમય આપ્યો છે. પરંતુ આજે નેતાઓની બહેસના કારણે આ ડેડલાઈન કોઈ નિર્ણય વગર જ ખતમ થઈ ગઈ. વિધાનસભાને સંબોધિત કરતા કુમારસ્વામીએ ખતમ થઈ ગઈ. વિધાનસભાને સંબોધિત કરતા આ ડેડલાઈન કોઈ નિર્ણય વિના જ ખતમ થઈ ગઈ. વિધાનસભાને સંબોધન  કરતા કુમારસ્વામીએ કહ્યું કે તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યારે જ સ્પીકરે કહ્યું કે તેઓ ફ્લોર ટેસ્ટમાં વોટિંગને લઈને મોડું નથી કરી રહ્યા અને જે લોકો એવા આરોપો લગાવી રહ્યા છે કે તેઓ પોતાના ભૂતકાળ પર નજર કરે.

આ પણ જુઓઃ જુઓ ઓન સ્ક્રીન સીધી સાદી દેખાતી ભૂમિ પેડનેકરના સિઝલિંગ ફોટોસ

પોતાના ધારાસભ્યોને આપવામાં આવેલા 40 થી 50 કરોડના ઑફર પર મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ભાજપ પર દળ બદલવાની સામેનો કાયદાના ઉલ્લંઘનનો આરોપ પણ લગાવ્યો. તેમણે કહ્યું કે 14 મહિને સતામાં રહ્યા બાદ અમે અંતિમ ચરણોમાં છે. આવો ચર્ચા કરીએ જલ્દી કેમ છે. અમારા ધારાસભ્યોને લોભાવવા માટે 40 થી 50 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ પૈસા કોના છે. સાથે કુમાર સ્વામીએ કહ્યું કે તમારી સરાકર એ લોકો સાથે કેટલી સ્થિર રહેશે જે અત્યારે તમારી મદદ કરી રહી છે.

karnataka congress bharatiya janata party