31 ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બની જશે

26 October, 2019 01:28 PM IST  |  નવી દિલ્હી

31 ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બની જશે

જમ્મુ-કાશ્મીરનો ઝંડો

જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ-૩૭૦ હટાવ્યા બાદથી રાજ્યના વિકાસને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. મહત્વપૂર્ણ નિર્ણયોમાં જમ્મુ-કાશ્મીરથી પ્રશાસને ૭ આયોગને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. જે આયોગોને ખતમ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. જમ્મુ-કાશ્મીરમાં ૩૧ ઑક્ટોબરથી નવા કાયદા લાગુ થઈ જશે.

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ-૩૭૦ હટાવ્યા બાદથી રાજ્યમાં જે કાયદા લાગુ નહોતા થયા એ હવે રાજ્યમાં લાગુ કરી શકાશે. નવી વ્યવસ્થા હેઠળ જમ્મુ-કાશ્મીરને મુખ્ય ધારામાં પાછું લાવવા અને રાજ્યના વિકાસ માટે અનેક મોટા ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયો હેઠળ જમ્મુ-કાશ્મીર પ્રશાસને બુધવારે સાત આયોગને ખતમ કરવાનો આદેશ જાહેર કરી દીધો છે.

આ પણ વાંચો : J&Kના પહેલા લેફ. ગવર્નર ગિરીશચંદ્ર મુર્મુ : સત્યપાલ મલિકની ગોવા ટ્રાન્સફર

સરકારે જે આયોગને ખતમ કરવાનો નિર્ણય લીધો છે એમાં જમ્મુ-કાશ્મીર માનવાધિકાર આયોગ, રાજ્ય માહિતી આયોગ, રાજ્ય ગ્રાહક નિવારણ આયોગ, રાજ્ય વિદ્યુત નિયામક આયોગ, મહિલા અને બાળ વિકાસ આયોગ, દિવ્યાંગો માટે બનાવેલું આયોગ અને રાજ્ય પારદર્શિતા આયોગ સામેલ છે.

jammu and kashmir national news