J&Kના પહેલા લેફ. ગવર્નર ગિરીશચંદ્ર મુર્મુ : સત્યપાલ મલિકની ગોવા ટ્રાન્સફર

Published: Oct 26, 2019, 13:21 IST | નવી દિલ્હી

જમ્મુ-કાશ્મીર અને લદાખના સંદર્ભમાં ગઈ કાલે એક મોટો ફેરબદલ કરવામાં આવ્યો હતો.

ગિરીશચંદ્ર મુર્મુ અને સત્યપાલ મલિક
ગિરીશચંદ્ર મુર્મુ અને સત્યપાલ મલિક

જમ્મુ-કાશ્મીર અને લદાખના સંદર્ભમાં ગઈ કાલે એક મોટો ફેરબદલ કરવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ગિરીશચંદ્ર મુર્મુને, જ્યારે લદાખના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે રાધાકૃષ્ણ માથુરને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે સત્યપાલ મલિક જે અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ તરીકે કારભાર સંભાળી રહ્યા હતા તેમની ગોવા ટ્રાન્સફર કરવામાં આવી છે. પીએસ શ્રીધરન પિલ્લઈને મિઝોરમના રાજ્યપાલ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ નિમણૂક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-૩૭૦ હટાવ્યાના ત્રણ મહિના બાદ આ નિમણૂક કરવામાં આવી છે. ૩૧ ઑક્ટોબરથી જમ્મુ-કાશ્મીર અને લદાખનો ભારતમાં સત્તાવાર કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે સમાવેશ કરાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK