મૉલદીવ્ઝમાં કાશ્મીર મુદ્દો ઉઠાવનાર પાકિસ્તાનને ઝાટકી નાખ્યું ભારતે

02 September, 2019 10:16 AM IST  | 

મૉલદીવ્ઝમાં કાશ્મીર મુદ્દો ઉઠાવનાર પાકિસ્તાનને ઝાટકી નાખ્યું ભારતે

કાશ્મીર પર દુનિયાની સામે પાકિસ્તાનને એકવાર ફરી ફટકો લાગ્યો છે. મૉલદીવ્સની સંસદમાં રવિવારનાં એશિયા સ્પીકર્સ સમિટ દરમિયાન ભારતે પાકિસ્તાનનાં આતંકવાદ એજન્ડાને અસફળ કરી દીધો છે. ભારતે પાકિસ્તાનને આતંકવાદની સાથે સાથે પીઓકેનાં મુદ્દા પર ઘેર્યું છે. ભારતનાં રાજ્યસભાનાં ઉપાધ્યક્ષ હરવંશ પ્રસાદે પાકિસ્તાનની ધારાસભાનાં ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીને કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા રોક્યા. ડૉ. હરિવંશે કાશ્મીરને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો.

‘સતત વિકાસ લક્ષ્યોની પ્રાપ્તિ’ વિષય પર દક્ષિણ એશિયાઈ દેશોની સંસદોનાં અધ્યક્ષોનાં ચોથા શિખર સંમેલનનું આયોજન મૉલદીવ્સમાં આયોજિત થઇ રહ્યું છે. ભારત તરફથી રાજ્યસભાનાં ઉપાધ્યક્ષ હરવંશ પ્રસાદ અને લોકસભા સ્પીકર ઓમ બિરલા જ્યારે પાકિસ્તાન તરફથી રાષ્ટ્રીય ધારાસભાનાં ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરી અને સેનેટર કુરાત અલ એને ભાગ લીધો.

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીનાં સ્પીકરે કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, “યાતનાઓનાં શિકાર કાશ્મીરીઓની સ્થિતિને નજરઅંદાજ ના કરી શકાય. તેમની સામે થતા અન્યાયનો હિસાબ કરવો પડશે.” કાસિમ સૂરીને ભારતની રાજ્યસભાનાં ઉપાધ્યક્ષ હરવંશ નારાયણ સિંહે વચ્ચે જ રોક્યા.

આ પણ વાંચો: ચીન આંદામાન-નિકોબાર પૂર્વ સમુદ્રી સીમામાં ભારતની જાસૂસી કરતું હોવાનો ધડાકો

ડૉ. હરિવંશે જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, “અમે આ ફોરમ પર ભારતનાં આંતરિક મુદ્દાને ઉઠાવવાનો વિરોધ કરીએ છીએ. અમે આ ફોરમનાં રાજનીતિકરણનો વિરોધ કરીએ છીએ. આતંકવાદ દુનિયા માટે ખતરો છે. પાકિસ્તાને ક્ષેત્રીય હિતોને ધ્યાનમાં રાખીને સીમા પર આતંકવાદ રોકવો પડશે. કોઇ પણ લેખિત નિવેદનને સર્વસંમતિથી જગ્યા ના મળવી જોઇએ.”

national news gujarati mid-day