INX Media Case: ચિદમ્બરમની આગોતરા જામીન અરજી રદ્દ, ED કરી શકે છે ધરપકડ

05 September, 2019 01:15 PM IST  | 

INX Media Case: ચિદમ્બરમની આગોતરા જામીન અરજી રદ્દ, ED કરી શકે છે ધરપકડ

કોંગ્રેસના પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમની મુશ્કેલીઓનો અંત નથી થતો. INX Media Case મામલે પી. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટથી મોટો ઝાટકો લાગ્યો છે. પૂર્વ નાણા પ્રધાન ચિદમ્બરમના આગોતરા જામીન આપવા પર સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમને ઝટકો આપતા મની લોન્ડ્રીંગ મામલે તેના આગોતરા જામીન રદ્દ કર્યા છે. આમ, જામીન રદ્દ થતા હવે ED ચિદમ્બરમની ધરપકડ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ED હવે પૂર્વ નાણા પ્રધાનને હિરાસતમાં લઈને પૂછતાછ કરી શકે છે.

CBI રિમાન્ડ પર પણ સુનાવણી

આજે ચિદમ્બરમની CBI કસ્ટડી આજે પૂરી થઈ રહી છે. લાંચ લેવા મામલે સીબીઆઈની રિમાન્ડ પર પણ આજે સુનાવણી થઈ શકે છે. સુપ્રીમ કોર્ટ આજે ચિદમ્બરમ દ્વારા દિલ્હી હાઈકોર્ટના એક નિર્ણયને પડકારેલી અરજી પર પણ આજે નિર્ણય સંભળાવવામાં આવશે. પી. ચિદમ્બરમની આગોતરા જામીન અરજી પહેલા તેમની પત્ની હાઈકોર્ટ પહોચી હતી. સુપ્રીમ કોર્ટે જ્યારે નિર્ણય સંભળાવ્યો ત્યારે ચિદમ્બરમની પત્ની કોર્ટ રૂમમાં જ હાજર રહી. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ પણ કોર્ટ પહોંચ્યા છે.

આ પહેલા સીબીઆઈ અને ઈડી દ્વારા રજૂ કરાયેલા મામલે પી. ચિદમ્બરમના આગોતરા જામીન પર ટ્રાયલ કોર્ટમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ આર. ભાનુમતિ અને જસ્ટિસ એએસ બોપન્નાની કમિટી ઈડી મામલે ચિદમ્બરમની અરજી 29 ઓગસ્ટ સુધી સુરક્ષિત રાખવામાં આવી છે. હાઈ કોર્ટની આ કમિટીએ ઈડીને બંધ કવરમાં રિપોર્ટ જમા કરાવવા આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: ભારતે મસૂદ અઝહર, દાઉદ ઈબ્રાહિમ અને હાફિઝ સઈદને આતંકી જાહેર કર્યા

આ પહેલા સુપ્રીમ કોર્ટે INX Media મામલે ED દ્વારા મની લોન્ડ્રીંગ કેસમાં આગોતરા જામીન નકારી હતી. સુપ્રીમ કોર્ટ ચિદમ્બરમની આ અરજી પર આદેશ જાહેર કરી શકે છે.જેમા તેમની સામે ગેરજામીન વોરન્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ સિવાય સીબીઆઈ દ્વારા જમા કરાયેલા ભ્રષ્ટાચાર મામલે ધરપકડ કરવા નિચલી અદાલત દ્વારા જાહેર રિમાન્ડ આદેશ આપવામાં આવ્યો હતો.

p chidambaram national news gujarati mid-day