વિવાદિત નિવેદનને લઈને SCમાં ઘેરાઇ શકે છે જયા બચ્ચન, સ્વાતિ માલીવાલ

07 December, 2019 04:16 PM IST  |  Mumbai Desk

વિવાદિત નિવેદનને લઈને SCમાં ઘેરાઇ શકે છે જયા બચ્ચન, સ્વાતિ માલીવાલ

તેલંગણા એન્કાઉન્ટર મામલે સમાજવાદી પાર્ટીની સાંસદ જયા બચ્ચન અને દિલ્હી મહિલા આયોગની ચીફ સ્વાતિ માલીવાલને સુપ્રીમ કોર્ટમાં હાજરી આપવી પડી શકે છે. હકીકતે બન્ને વિરુદ્ધ શનિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી આપવામાં આવી છે, એમએલ શર્માએ બન્ને પર એન્કાઉંટરનું સમર્થન કરવા પર અરજી કરી છે. આમાં SITનું ગઠન કરવા અને મામલાની તપાસની માગ કરવામાં આવી છે. જણાવીએ કે જયા બચ્ચન અને સ્વાતિ માલીવાલ તેલંગણા મામલાના આરોપીઓના એનકાઉંટરનું સમર્થન કરી રહી છે.

હકીકતે, હૈદરાબાદ એન્કાઉંટર માટે સમર્થન વ્યક્ત કરતાં જયા બચ્ચને કહ્યું, "દેર આએ દુરુસ્ત આએ." આ પહેલા તેમણે સદનમાં કહ્યું હતું કે આરોપીઓને ભીડના હવાલે કરી દેવું જોઇએ. હૈદરાબાદ એન્કાઉંટર પછી પણ ઘરણાં પર બેઠેલી સ્વાતિ માલીવાલે કેન્દ્ર સરકાર પાસે માગ કરી છે કે દેશઆખામાં દુષ્કર્મના દોષીઓને ગુનો કર્યા પછી 6 મહિનાની અંદર ફાંસીની સજા આપવાની વ્યવસ્થા કરે.

આ પહેલા એડવોકેટ જીએસ મની અને પ્રદીપ કુમાર યાદવે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી છે જેમાં કહ્યું છે કે વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સનું પાલન નથી કરવામાં આવ્યું. આમાં ઝઘડામાં સામેલ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પ્રાથમિક, તપાસ અને કાર્યવાહીની માગ કરવામાં આવી છે. તેલંગણાં મામલે સામેલ ચાર આરોપીઓને એનકાઉનટરમાં હૈદરાબાદ પોલીસે મારી નાખ્યા.

તેલંગણામાં પશુ ચિકિત્સક યુવતી સાથે દુષ્કર્મ તેમજ હત્યા મામલે એનકાઉંટર દરમિયાન હૈદરાબાદ પોલીસે ચારે આરોપીઓને મારી નાખ્યાં. પોલીસનું કહેવું છે કે મામલાને રી-ક્રિએશન દરમિયાન જ્યારે આરોપીઓએ ત્યાંથી ફરાર થવાનો પ્રયત્ન કર્યો ત્યારે પોલીસ સાથે એનકાઉન્ટક થયો અને ચારેય મારી નાખવામાં આવ્યા.

આ પણ વાંચો : 'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ

2014માં સુપ્રીમ કોર્ટે એન્કાઉંટર માટે દિશા નિર્દેશ રજૂ કર્યા હતા. આ હેઠળ એન્કાઉંટર મામલાની તપાસમાં સામેલ પોલીસ જવાનોની ટીમનું નૈતૃત્વ કરતાં અધિકારીના સીનિયરની મોનિટરિંગ કરાવવી પડશે. આના પછી મામલા વિશે રાષ્ટ્રીય તેમજ રાજ્ય માનવાધિકાર આયોગને જણાવવું પડશે. આમાં જોખમી લોકો સહિત મૃતકોના પરિજનોને સૂચિત કરવું જરૂરી છે. મામલાની તપાસ સીઆઇડી અથવા પોલીસ ટીમ પાસેથી કરાવામાં આવવી જોઇએ.

jaya bachchan Crime News telangana