પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારતરત્ન એનાયત

08 August, 2019 08:06 PM IST  | 

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારતરત્ન એનાયત

PC: PTI

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રણવ મુખર્જીની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિચારક નાનાજી દેશમુખ અને ગાયક ભૂપેન હજારીકાને મરણોપરાંત સન્માન મળ્યું છે. દિનદયાળ રિસર્ચ ઈનસ્ટીટ્યૂટના ચેરમેન વિરેન્દ્રજીત સિંઘે નાનાજી દેશમુખ તરફથી આ સન્માન સ્વીકાર્યુ છે. ભૂપેન હઝારીકાના પુત્રએ પિતા તરફથી આ સન્માનનો સ્વીકાર કર્યો. પ્રણવ મુખર્જી દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનાર પાંચમા રાષ્ટ્રપતિ છે. આ પહેલાં ડૉ. એસ રાધાકૃષ્ણન, રાજેન્દ્ર પ્રસાદ, ઝાકિર હુસૈન અને વીવી ગીરીને આ સન્માન મળી ચૂક્યું છે.

1999માં સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણને, સિતારવાદક પંડિત રવિશકંર, અર્થશાસ્ત્રી ડો. અમર્ત્ય સેન અને સ્વતંત્રતા સેનાની રહી ચુકેલા ગોપીનાથ બોરદોલોઈને આ સન્માન માટે પસંદ કરાયા હતા. છેલ્લા 20 વર્ષ પછી બેથી વધારે હસ્તીઓને આ સન્માન આપવામાં આવ્યું છે. ચાર વર્ષ બાદ ભારત રત્ન આપવામાં આવ્યો છે. આ પહેલા 2015માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને સ્વતંત્રતા સેનાની મદન મોહમ માલવીયને આ સન્માન મળ્યું. આ પહેલા 45 હસ્તીઓને ભારતરત્ન મળી ચુક્યો છે. હવે આ સંખ્યા 48 થઈ ગઈ છે.

પ્રણવ મુખર્જીનો જન્મ 11 ડિસેમ્બર 1935ના રોજ પશ્વિમ બંગાળના મિરાતીમાં થયો. 1969માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમને રાજ્યસભાની ટિકિટ આપી હતી. ત્યારબાદ 1982માં કેબિનેટમાં નાણાપ્રધાન તરીકે નિમણૂક થઈ. પીવી નરસિમ્હારાવની સરકારમાં તેમણે 1991માં યોજના આયોગના પ્રમુખ અને 1995માં વિદેશપ્રધાનનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર: 3 દિવસ ભારે વરસાદની આગાહી, તમામ કર્મચારીઓની રજા રદ

પ્રણવ મુખર્જી 2204માં પહેલી વખત લોકસભામાં ચૂંટણી જીત્યા હતા. 2004થી 2006 સુધી તેમણે રક્ષા મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. 2006-09 સુધી વિદેશ મંત્રાલય અને 2009-12 સુધી તેમણે નાણા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. 2012માં કોંગ્રેસે તેમણે રાષ્ટ્રપતિ પદ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમણે પીએ સંગમાને હરાવ્યા હતા. પ્રણવ 2012થી 2017 સુધી દેશના રાષ્ટ્રપતિ રહ્યા હતા. રાષ્ટ્રપતિ બન્યા પહેલા અંદાજે 5 દાયકા સુધી તેઓ કોંગ્રેસમાં રહ્યા હતા.

pranab mukherjee gujarati mid-day