કપિલ સિબ્બલ ઈવીએમ હેકીંગ કાર્યક્રમમાં શું કરી રહ્યા હતા?-રવિશંકર પ્રસાદ

22 January, 2019 02:46 PM IST  | 

કપિલ સિબ્બલ ઈવીએમ હેકીંગ કાર્યક્રમમાં શું કરી રહ્યા હતા?-રવિશંકર પ્રસાદ

રવિશંકર પ્રસાદ

રવિશંકર પ્રસાદે ઉઠાવ્યા સવાલ કે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ કથિત EVM હેકીંગના કાર્યક્રમમાં શું કરી રહ્યા હતા? તે કોંગ્રેસ તરફથી આખા કાર્યક્રમનું મૉનિટરિંગ કરતાં હતા.

EVM હેકીંગના મુદ્દે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કોંગ્રેસનું ષડયંત્ર છે, જે કરોડો મતદારોનું અપમાન છે. તેમણે કહ્યું કે આ કોંગ્રેસની યોજના છે, શુજા કયા આઈટી એક્સપર્ટ છે, મેં અત્યાર સુધી ક્યારેય નામ નથી સાંભળ્યું. 2014માં જ્યારે ઈવીએમ હેક કરવાનો દાવો કરાઈ રહ્યો હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટી સત્તા પર નહોતી. ત્યારે કોંગ્રેસ સત્તા પર હતી. કોંગ્રેસ આ મુદ્દે માત્ર રાજકારણ કરે છે.

રવિશંકર પ્રસાદે પ્રશ્ન ઊભો કર્યો કે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ કથિત EVM હેકીંગના કાર્યક્રમમાં શું કરી રહ્યા હતા? તે કોંગ્રેસ તરફથી આખા કાર્યક્રમનું મૉનિટરિંગ કરતાં હતા. તેમણે કહ્યું, "માયાવતી 2007માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી જીતી તો ઈવીએમ બરાબર હતું, અખિલેશ યાદવ 2012માં જીત્યા તો ઈવીએમ બરાબર હતું, દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબમાં અમરિંદર સિંહ જીત્યા ત્યારે પણ EVM બરાબર હતું, પણ શું માત્ર 2014માં જ EVM હેક કરવામાં આવ્યું?"

ભારતનો ચૂંટણી પંચ જેની ચર્ચા સમગ્ર વિશ્વમાં થાય છે, આજે કોંગ્રેસ પાર્ટી તે બંધારણીય સંસ્થા પર હૂમલા કરાવી રહી છે. કોંગ્રેસ પાર્ટી સુનિયોજિત રૂપે દેશના બંધારણ અને બંધારણીય સંસ્થાઓની અસ્મિતાને નબળી પાડવાનો સતત પ્રયત્ન કરે છે.

કેન્દ્રીય પ્રધાને કોંગ્રેસ પર કટાક્ષ કરતાં કહ્યું કે ચૂંટણી પંચે જ્યારે ઈવીએમ હેક કરવા માટે લોકોને બોલાવ્યા હતા, ત્યારે આ લોકો ક્યાં હતા? એવું લાગે છે કે કોંગ્રેસે ચૂંટણીમાં હારવાનું બહાનું પહેલાથી જ શોધી લીધું છે. પહેલા લાગતું હતું કે રાહુલ ગાંધી પોતાનું હોમવર્ક નથી કરતાં, પણ તેમની આખી પાર્ટી જ પોતાનું હોમવર્ક નથી કરતી.

આ પણ વાંચો : કૉંગ્રેસ જીતે તો EVM બરાબર, હારે તો EVMમાં ખામીઃ PM મોદી

પૂર્વ કેન્દ્રીય પ્રધાન ગોપીનાથ મુંડેના મૃત્યુના સમાચારને લઈને તેમણે કહ્યું કે, ગોપીનાથ મુંડેનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરે એક્સિડેન્ટને લીધે મૃત્યુ થયું હોવાનું કારણ આપ્યુ છે. એમાં કંઈ પણ કહેવા જેવું નથી.

ravi shankar prasad congress bharatiya janata party