દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત બીજા દિવસે ખરાબઃ યલ્લો લેવલ રેકૉર્ડ થયું

17 October, 2019 02:56 PM IST  |  નવી દિલ્હી

દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત બીજા દિવસે ખરાબઃ યલ્લો લેવલ રેકૉર્ડ થયું

પ્રતીકાત્મક તસવીર

ઉતરી રાજ્યોમાં પરાલી જલાનથી દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવતા(એર ક્વોલિટી) ખરાબ થઈ રહી છે. બુધવારે સવારે બીજા દિવસે પણ યલ્લો લેવલ ખરાબ(ખરાબ) રેકૉર્ડ થયું હતું. પ્રદૂષણ માટે જવાબદાર પીએમ ૨.૫નું સ્તર ૨૩૨ અને પીએમ ૧૦નું સ્તર નોંધાયું છે. રાજધાનીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૯૯(ખરાબ સ્તર) સુધી પહોંચ્યો હતો. મંગળવારે સાંજે દિવળીમાં તે ૨૭૫, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડામાં ૩૦૦( ખૂબ ખરાબ)ના સ્તરે હતું.

બીજી તરફ અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ ૧૦ ઑક્ટોબરે દિલ્હી અને તેની આસપાસના ક્ષેત્રોમાં પરાલી સળગાવવાની તસવીર લીધી હતી. નાસાની તસવીરમાં બતાડવામાં આવ્યું છે કે કઈ રીતે ઉત્તર-પશ્ચિમ ભારત અને બોર્ડરથી જોડાયેલા પાકિસ્તાનના કેટલાક હિસ્સાઓમાં પરાલી સળગાવવાથી વિસ્તારમાં વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. તેની પર કેન્દ્રએ આગવાળા ૨૩ સ્થાનોને ચિન્હિત કરીને પંજાબ સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. રાજ્ય સરકારે તેને સ્મશાન ઘાટ અને કચરાના ઢગલામાંથી નીકળતો ધુમાડો હોવાનું કહ્યું હતું.

આ પણ વાંચો : મનમોહન સિંહ અને રઘુરામ રાજનના કાર્યકાળમાં સરકારી બૅન્કોની દશા બેઠીઃ નિર્મલા સિતારમણ

એર ક્વોલિટી ઈન્ડેક્સના ૦-૫૦ની વચ્ચે સારા, ૫૧-૧૦૦ સંતોષજનક, ૧૦૧થી ૨૦૦ની વચ્ચે સામાન્ય, ૨૦૧થી ૩૦૦ની વચ્ચે ખરાબ, ૩૦૧થી ૪૦૦ની વચ્ચે ખૂબ જ ખરાબ અને ૪૦૧થી ૫૦૦ની વચ્ચે ગંભીર માનવામાં આવે છે.

new delhi national news air pollution