નાસાને પણ નિષ્ફળતા, ઓર્બિટર ન પાડી શક્યું લેન્ડર વિક્રમનો ફોટો

19 September, 2019 02:33 PM IST  |  મુંબઈ

નાસાને પણ નિષ્ફળતા, ઓર્બિટર ન પાડી શક્યું લેન્ડર વિક્રમનો ફોટો

ચંદ્રયાન મિશન માટે ભારતની આશાઓ પૂરી થતી દેખાઈ રહી છે. એક તરફ વિક્રમ લેન્ડરનો સંપર્ક નથી થઈ રહ્યો અને ચંદ્ર પર રાત પડી રહી છે. ત્યારે બીજી તરફ નાસા પણ આ મામલે ભારતની મદદ નથી કરી શકી. વિક્રમ લેન્ડરનો ફોટો પાડવા માટે નાસાએ ઓર્બિટરને કામે લગાવ્યું હતું. પરંતુ નાસાનું ઓર્બિટર પણ વિક્રમન લેન્ડરનો ફોટો નથી પાડી શક્યું.

ચંદ્રયાન મિશનમાં વિક્રમ લેન્ડર બરાબર રીતે લેન્ડ નહોતું થઈ શક્યું. હાર્ડ લેન્ડિંગને કારણે ઈસરોનો વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જે બાદ ઈસરો સતત સંપર્ક કરવાના પ્રયત્નશીલ હતું. આ કામમાં નાસાનું ઓર્બિટર લ્યૂનાર રિક્સન્સ ઓર્બિટર પણ જોડાયું હતું. નાસાના LRO ઓર્બિટરે વિક્રમની લેન્ડિંગ સાઈટની જુદી જુદી તસવીરો લીધી છે. પરંતુ તેમાં લેન્ડર વિક્રમ સ્પષ્ટ નથી દેખાઈ રહ્યું. ત્યારે આ તસવીરોની હવે ચકાસણી કરવામાં આવશે. બાદમાં લેન્ડર વિક્રમની સાચી સ્થિતિનો ખ્યાલ આવશે.

ઉલ્લેખનીય છે કે નાસાએ જ્યારે પોતાના ઓર્બિટરને આ કામમાં લગાવ્યું, ત્યારથી લોકોની આશા વધુ મજબૂત બની હતી. પરંતુ હવે નાસાનું કહેવું છે કે વિક્રમ લેન્ડર તેમના ઓર્બિટરના કેમેરા લેન્સના વ્યૂમાં ન આવ્યું હોય તેવી પણ શક્યતા છે.

આ પણ વાંચોઃ ચંદ્ર પર પડશે રાત,ઘટી રહી છે 'વિક્રમ' સાથે સંપર્કની આશ,ઈસરોએ શું કહ્યું?

ઉલ્લેખનીય છે કે નાસનું ઓર્બિટર દસ વર્ષથી ચંદ્રની આસપાસ ફરી રહ્યું છે. મંગળવારે નાસાનું ઓર્બિટર લેન્ડર વિક્રમની લેન્ડિંગ સાઈટ પાસેથી પસાર થઈ હતું. ત્યારે નાસાએ તેનાથી વિક્રમના ફોટો લેવાના પ્રયાસ કર્યા. પરંતુ આ ફોટોમાં ક્યાંય લેન્ડર વિક્રમ નથી દેખાઈ રહ્યું. નાસાના પ્લાનેટરી સાયન્સ વિભાગના પ્રવક્તા જોશુઆ હન્ડાલ પ્રમાણે તે ઓર્બિટરના ફિલ્ડ વ્યૂમાં ન આવ્યું હોય એમ પણ બની શકે છે. સપ્ટેમ્બર 7ના છેલ્લા તબક્કામાં વિક્રમ લેન્ડર સાથે ઈસરો સેન્ટરનો સંપર્ક તૂટી ગયો હતો. નાસાનું આ ઓર્બિટર હવે 14 ઓક્ટોબરના ફરી લેન્ડિંગ સાઇટ પાસે જઇને તસવીરો લેશે.

isro nasa news