ચંદ્ર પર પડશે રાત,ઘટી રહી છે 'વિક્રમ' સાથે સંપર્કની આશ,ઈસરોએ શું કહ્યું?

Published: Sep 18, 2019, 11:59 IST | મુંબઈ

ઈસરોના વૈજ્ઞાનિકો હજી પણ ચંદ્રયાન 2ના વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે. વિક્રમ લેન્ડર સાથે સંપર્ક થવાની આશા ઘટી રહી છે.

સંપર્ક થશે કે નહીં ?
સંપર્ક થશે કે નહીં ?

ઈસરોના વૈજ્ઞાનિકો હજી પણ ચંદ્રયાન 2ના વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે. વિક્રમ લેન્ડર સાથે સંપર્ક થવાની આશા ઘટી રહી છે. કારણ કે ચંદ્ર પર હવે રાત પડવાની છે. જો કે ઈસરોએ આ દરમિયાન ચંદ્રયાન 2 મિશનમાં લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટ્યા બાદ પણ દેશવાસીઓએ આપેલા સાથ અને પ્રતિસાદ બદલ આભાર વ્યક્ત કર્યો છે.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઈસરોએ ટ્વિટ કરીને કહ્યું,'અમારો સાથ આપવા બદલ આભાર. આખા વિશ્વના ભારતીયોની આશા અને સપનાની તાકાત પર અમે આગળ વધવાનું ચાલુ રાખીશું અમને હંમેશા આકાશ સુધી પહોંચવા પ્રેરણા આપવા બદલ ધન્યવાદ.'

ઉલ્લેખનીય છે કે સાત સપ્ટેમ્બરે રાત્રે 1.50 વાગ્યાની આસપાસ વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થયું હતું. પરંતુ હાર્ડ લેન્ડિંગ થવાને કારણે વિક્રમનો ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો. જે સમયે વિક્રમ લેન્ડ થયું ત્યારે ચંદ્ર પર સવાર હતી. એટલે કે સૂરજનો પ્રકાશ ચંદ્ર પર પડવાનો શરૂ થયો હતો. ચંદ્ર પર એક દિવસ પૃથ્વીના 14 દિવસ જેટલો હોય છે. એટલે કે 20 કે 21 સપ્ટેમ્બરે ચંદ્ર પર રાત પડી જશે. 14 દિવસ સુધી કામ કરવાનું મિશન લઈને ગયેલા વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરના મિશનનો સમય હવે પૂરો થઈ જશે. 20 કે 21 સપ્ટેમ્બરે શરૂ થનારી રાત આડે થોડોક જ સમય બચ્યો છે, એટલે કે ચંદ્ર પર સાંજ પડી છે. અને અંધારુ છવાવાની શરૂઆત થઈ ચૂકી છે.

આ પણ વાંચોઃ એક સમયે આવા લાગતા હતા વડાપ્રધાન મોદી, પોતે જ શૅર કર્યા ફોટોઝ

સંપર્કની આશા ધૂંધળી

જો 20-21 સપ્ટેમ્બર સુધી કોઈ રીતે ઈસરો કે દુનિયાની અન્ય એજન્સીના વૈજ્ઞાનિક વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરી લેશે તો ઠીક, નહીં તો બીજી વાર વિક્રમ સાથે સંપર્ક કરવો કોઈ ચમત્કારથી ઓછો નથી. કારણ કે ચંદ્ર પર શરૂ થનારી રાત પણ પૃથ્વીના 14 દિવસ સુધી ચાલશે. એટલે કે વિક્રમ લેન્ડર જ્યાં છે, ત્યાં 14 દિવસ સુધી અજવાળું નહીં પડે. અને તાપમાન ઘટીને માઈનસ 183 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ તાપમાનમાં વિક્રમના સાધનો યથાવત્ રહેશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK