Chandrayaan 2 : લાઇવ લેન્ચિંગ જોવા માટે 4 જુલાઇથી રજીસ્ટ્રેશન શરૂ થશે

03 July, 2019 06:13 PM IST  | 

Chandrayaan 2 : લાઇવ લેન્ચિંગ જોવા માટે 4 જુલાઇથી રજીસ્ટ્રેશન શરૂ થશે

લાઇવ લેન્ચિંગ જોવા માટે 4 જુલાઇથી રજીસ્ટ્રેશન

ISRO તેના આવનારા મિશન ચંદ્રયાન 2 MOON મિશનના લોન્ચિંગની છેલ્લી તૈયારીઓ કરી રહ્યું છે. આવનારા 2 અઠવાડિયામાં Geosynchronous સેટેલાઈટ લોન્ચ વ્હીકલ-MkIII (GSLV Mk-III) ઓર્બિટર, વિક્રમ લૈડર અને પ્રજ્ઞાન રોવરને ચંદ્રમાં સુધી લઈ જવામાં આવશે અને ઘણા ટેસ્ટ કરશે. ભારત માટે આ એક મોટી સફળતા છે જેના કારણે ISRO એકવાર ફરી આ રોકેટ લોન્ચમાં લોકોને આવવા માટે અનુમિત આપશે. રોકેટ લોન્ચ જોવા આવનારા લોકો શ્રીહરિકોટામાં ISROની ગેલેરીથી રોકેટ લોન્ચ જોઈ શકશે.

ઈસરોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રોસેસને લઈને ટ્વીટ કર્યું હતું. ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે,ચંદ્રયાન 2 મિશનને જોવા માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ 4 જુલાઈએ બપોર 12:00 વાગ્યાથી શરૂ થશે. અત્યાર સુધી રજિસ્ટ્રેશનને લઈને કોઈ પણ લિંક કે માઈક્રોસાઈટ વિશે માહિતી આપવામાં આવી નથી. જો કે માનવામાં આવી રહ્યું છે કે, રજીસ્ટ્રેશન પ્રોસેસ સમયસર શરૂ થઈ જશે.

આ પણ વાંચો: સલમાન ખાન હવે જિમના બિઝનેસમાં ઝંપલાવશે, દેશમાં 300 જેટલા જિમ શરૂ કરશે

ઈસરોએ કેટલાક મહિના પહેલા શ્રીહરિકોટા, સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં વિજિટર ગેલેરી બનાવ્યા હોવાની જાહેરાત કરી હતી. ઈસરોના અધિકારીએ કહ્યું હતું કે, સંસ્થા સ્પેસ ટેક્નોલોજી વિશે જાગરૂકતા લાવવા ઈચ્છે છે અને ગેલેરી પણ આ કારણથી જ બનાવવામાં આવી છે. જે લોકો રોકેટ લોન્ચિંગ જોવા ઈચ્છતા હોય તેમની માટે લિમિટેડ સીટ બનાવવામાં આવી છે. લોન્ચ વ્યૂઈંગ ગેલેરીને સ્ટેડિયમની જેમ બનાવવામાં આવી છે જેના એક ફેઝમાં 5,000 લોકો આવી શકે છે. આ પહેલા PSLV-C45ના લોન્ચ વખતે આશરે 12,000 જેટલા વિઝિટર્સ હાજર રહ્યા હતા. હાજર વિઝિટર્સ ગેલેરીમાં આરામથી રોકેટ લોન્ચ જોઈ શકશે.

isro gujarati mid-day