Chandrayaan-2 આવતા અઠવાડિયે થઈ શકે છે લોન્ચ, ટેક્નિકલ ખામી સુધારાઈ

17 July, 2019 06:23 PM IST  | 

Chandrayaan-2 આવતા અઠવાડિયે થઈ શકે છે લોન્ચ, ટેક્નિકલ ખામી સુધારાઈ

ચંદ્રયાન-2નું લોન્ચિંગ 15 જુલાઈએ રાતે 2.51 મિનિટે થવાનું હતું. પરંતુ છેલ્લી ઘડીએ લોન્ચિંગ વ્હિકલમાં ટેક્નિકલ ખામી આવવાના કારણે મિશન રોકવામાં આવ્યું હતું અને લોન્ચિંગ ડેટ બદલવામાં આવી હતી. ઈસરોએ બુધવારે જણાવ્યું હતું કે, ચંદ્રયાન-2નું લોન્ચિંગ આવતા અઠવાડિયે થઈ શકે છે. ટેક્નિકલ ખામી ઠીક કરી દેવામાં આવી છે. ઈસરોના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે 20થી 23 જુલાઈની વચ્ચે ચંદ્રયાન-2નું લોન્ચિંગ થઈ શકે છે.

15 જુલાઈની રાતે મિશનની શરૂઆતના 56 મિનિટ પહેલાં જ ઈસરોએ ટ્વિટ કરીને લોન્ચિંગ અબોર્ટ કરવાની જાહેરાત કરી હતી. ઈસરોના એસોસિએટ ડિરેક્ટર બી.આર ગુરુપ્રસાદે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ લોન્ચિંગની નવી તારીખ જાહેર કરવામાં આવશે.

ચંદ્રયાન-2નું વજન 3,877 કિલો

ચંદ્રયાન-2ને ભારતનાં સૌથી તાકાતવર GSLV MARK-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. આ રોકેટમાં ત્રણ મોડ્યુલ ઓર્બિટર, લેન્ડર અને રોવર રહશે. આ મિશનમાં ઈસરો ચંદ્રના દક્ષિણ-ધ્રૂવ પર લેન્ડરને ઉતારશે. આ વખતે ચંદ્રયાનનું વજન 3,877 કિલો છે. આ ચંદ્રયાન-1 કરતાં ત્રણ ગણું વધારે છે. લેન્ડરમાં રહેલા રોવરની સ્પીડ 1 સેમી પ્રતિ સેકન્ડની રહેશે.

આ પણ વાંચો: Faceapp: ઘરડે ઘડપણે આવા લાગશે તમારા ફેવરિટ સ્ટાર્સ

ઈસરો ચંદ્રયાન-2ને ઓક્ટોબર 2018માં લોન્ચ કરવાનું હતું. ત્યારપછી તેની તારીખ વધારીને 3 જાન્યુઆરી 2019 અને પછી 31 જાન્યુઆરી 2019 કરવામાં આવી હતી . જો અમુક કારણોના કારણે લોન્ચિંગ 15 જુલાઈ સુધી ટાળવામાં આવ્યું હતું. આ દરમિયાન કરવામાં આવેલા ફેરફારોના કારણે તેનું વજન પણ પહેલાની સરખામણીએ વધી ગયું. આ સંજોગોમાં GSLV MARK-3માં પણ અમુક ફેરફારો કરવામાં આવ્યા હતા. નવી તારીખ નક્કી થતાં શ્રીહરીકોટાના સતિશ ધવન સેન્ટરથી ચંદ્રયાન-2ને ભારતના સૌથી તાકાતવર GSLV MARK-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-2 દ્વારા ભારત પહેલીવાર ચંદ્રની સપાટી પર ઉતરશે. આ લેન્ડિંગ ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર કરવામાં આવશે. આ સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર રોવર ઉતારનાર પહેલો દેશ બની જશે.

isro gujarati mid-day