CWC Meeting: સોનિયાએ છોડી બેઠક કહ્યું, ‘અમે આ ચર્ચાનો ભાગ નથી’

10 August, 2019 02:51 PM IST  |  મુંબઈ ડેસ્ક

CWC Meeting: સોનિયાએ છોડી બેઠક કહ્યું, ‘અમે આ ચર્ચાનો ભાગ નથી’

સોનિયા ગાંધી (ફાઇલ ફોટો)

કૉંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાહુલ ગાંધીના રાજીનામાં બાદ હજી સુધી પાર્ટીને નવો પ્રમુખ મળ્યો નથી. આ બાબતે કાર્યસમિતિએ બેઠક યોજી છે. જો કે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી આ બેઠક છોડીને નીકળી ગયા.. તેમણે કહ્યું કે કૉંગ્રેસ અધ્યક્ષની પસંદગી મામલે હું અને રાહુલ આ ચર્ચાનો ભાગ નથી તેથી આ બેઠકનો હિસ્સો નથી. બપોર સુધી બેઠકમાં નવા અધ્યક્ષના નામને લઇને કોઈ જ નિર્ણય થયો નથી. બપોરે બેઠકમાંથી બહાર આવતાં કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમે સાડા આઠ વાગ્યે ફરી મળીશું. રાતે 9 વાગ્યા સુધી નવા અધ્યક્ષનું નામ જાહેર થઈ શકે છે.

 

થોપાયેલા અધ્યક્ષ સ્વીકાર્ય નથી
કૉંગ્રેસ પોતાના નવા અધ્યક્ષ પસંદ કરી લેશે અથવા રાહુલ ગાંધીના ઉત્તરાધિકારીની શોધ હજી લાંબી ખેંચાશે તે આજે રાતે 9 વાગ્યે સ્પષ્ટ થવાની શક્યતા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કાર્યસમિતિની બેઠક પહેલા શુક્રવારે થયેલી પાર્ટીના પ્રદેશ નેતાઓ અને સાંસદોની બેઠકમાં તમામ નેતાઓએ રાહુલ ગાંધીને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેમને થોપી દેવામાં આવેલા અધ્યક્ષ સ્વીકાર્ય નહીં હોય.

પેનલ આધારે નિર્ણય
માનવામાં આવી રહ્યું છે કે CWCની બેઠકમાં નવા અધ્યક્ષની પસંદગી કોઇ પેનલ અથવા વ્યવસ્થાને આધારે કરવામાં આવશે. આ વિશે સૂત્રોએ જણાવ્યું કે કૉંગ્રેસની પહેલા સંક્ષિપ્ત બેઠક થશે, ત્યાર પછી આ પાંચ સમૂહોમાં વહેંચાશે. સમૂહના નેતા રાજ્યના પાર્ટી પ્રમુખો સાથએ આગામી કૉંગ્રેસ અધ્યક્ષના નામ પર વિચાર વિમર્શ કરશે. આ રીતે કૉંગ્રેસ અધ્યક્ષનું નામ નક્કી કરવામાં આવશે. નોંધનીય છે કે નવા અધ્યક્ષની પસંદગી માચે આ પહેલા પણ ઘણીવાર બેઠકો થઈ, પરંતુ કોઇપણ નામ નક્કી થયું નથી.

કેટલાય દલિત નેતા છે આ દોડમાં
સૂત્રો પ્રમાણે ખડગે સહિત કેટલાય દલિત સમુદાયના નેતા અધ્યક્ષ પદની રેસમાં સામેલ છે. નવા અધ્યક્ષને લઇને મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, અશોક ગેહલોત, સુશીલ કુમાર શિંદે સહિત કેટલાય વરિષ્ઠ નેતાઓના નામની ચર્ચા છે. સૂત્રો એ પણ જણાવે છે કે મુકુલ વાસનિકનું નામ સૌથી આગળ છે. જોવા જઈએ તો કૉંગ્રેસના સૌથી સંકટના સમયમાં અત્યારે ગાંધી પરિવારનું નેતૃત્વ હોવા છતાં જ્યારે પાર્ટી અસહેમતિ દર્શાવે છે એવામાં ગાંધી પરિવારની બહારના નવા નેતૃત્વ માટે ભવિષ્યના પડકારો ગંભીર હશે તેનો સહજ અંદાજો લગાડી શકાય છે.

આ પણ વાંચો : Ruchi Bhanushali: જાણો એ સિંગર વિશે જેના અવાજથી પડે છે લોકોની સવાર

પ્રદેશના નેતાઓના સ્પષ્ટ ઇરાદા
કહેવામાં આવી રહ્યું છે કે કેટલાય કૉંગ્રેસ નેતાઓની આ બેઠક કલમ 370 મામલે સામાન્ય મત બનાવવા માટે બોલાવવામાં આવી હતી. પણ આમાં નવા અધ્યક્ષને લઇને તમામ પ્રદેશોના નેતાઓએ પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા. નેતાઓનું કહેવું છે કે પાર્ચીનો એક વર્ગ નવા અધ્યક્ષ માટે કેટલાક નવા નામ આગળ વધારી રહ્યું છે જે પાર્ટીના નેતૃત્વ માટે એટલા સક્ષમ નથી. પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ સુનીલ ઝાખડે તો સ્પષ્ટ કહ્યું છે કે કેટલાક સ્વાર્થી લોકો રાહુલ ગાંધીના બલિદાન પર પાણી ફેરવાના પ્રયત્નમાં કેટલાક નામ ઉછાળે છે

sonia gandhi congress rahul gandhi national news