અપવિત્ર ગઠબંધન માટે ભ્રષ્ટ ને મજબૂર યુતિ : અશોક ચવાણ

20 February, 2019 11:09 AM IST  | 

અપવિત્ર ગઠબંધન માટે ભ્રષ્ટ ને મજબૂર યુતિ : અશોક ચવાણ

અશોક ચવાણ

શિવસેના અને BJP વચ્ચેની યુતિનો ઉલ્લેખ ન કરતાં કૉંગ્રેસના સંસદસભ્ય અને મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ અશોક ચવાણે ‘અપવિત્ર અને અનૈતિક’ યુતિને ‘ભ્રષ્ટ અને મજબૂર’ ગણાવતાં કહ્યું હતું કે આનાથી હવે કૉંગ્રેસને ફાયદો થશે.

મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ અશોક ચવાણે BJP-શિવસેના વચ્ચે સીટોની વહેંચણી પર કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહને અફઝલ ખાન કહ્યું ત્યારે અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને ઉંદર કહીને સંબોધ્યા હતા અને આજે બન્ને સાથે બેસીને યુતિની ઘોષણા કરી રહ્યા છે.

આ પણ વાંચો : બિકાનેરના આ યુવકે તિરંગા સહિત કુલ 71 શહીદોનાં નામ પીઠ પર છૂંદાવ્યાં

મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી સમયે શિવસેનાએ BJPના ભ્રષ્ટાચારો બતાવવા એક બુકલેટ બહાર પાડી હતી. આજે એ જ બુકલેટનો ઉપયોગ કરી શિવસેનાએ એનાં ફૂલ બનાવ્યાં અને અમિત શાહનું સ્વાગત કર્યું છે. BJP સાથે યુતિ ન કરવા પર ઉદ્ધવ ઠાકરેનાં વાક્યો જુઠ્ઠાણાં હતાં.’

ashok chavan shiv sena congress bharatiya janata party