અરુણ જેટલીની તબિયત ખરાબ PM મોદી-અમિત શાહ પહોંચ્યા AIIMS

09 August, 2019 09:03 PM IST  | 

અરુણ જેટલીની તબિયત ખરાબ PM મોદી-અમિત શાહ પહોંચ્યા AIIMS

ફાઈલ ફોટો

મોદી સરકારના પહેલા કાર્યકાળમાં નાણાપ્રધાન રહેલા અરુણ જેટલીને દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સવારે 11 વાગ્યે તબિયત બગડતા અરૂણ જેટલીને એમ્સ હોસ્પિટલ લાવવામાં આવ્યા. અરૂણ જેટલીનો ઈલાજ કાર્ડિયોલોજીના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર વી કે બહલની દેખરેખમાં ચાલી રહ્યો છે. અરૂણ જેટલીની તબિયત વધારે બગડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધન અને લોકસભા સ્પિકર ઓમ બિરલા દિલ્હી હોસ્પિટલ પહોંચ્યા છે.

અરૂણ જેટલીને ઘણા સમયથી શ્વાસમાં તકલીફની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. અરૂણ જેટલીએ થોડા સમય પહેલા હ્રદયનું પણ ઓપરેશન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અરૂણ જેટલીએ 14 મે 2018ના એમ્સમાં કિડની ટ્રાંસપ્લાન્ટનું સફળ ઓપરેશન કરાવ્યું હતું. આ પહેલા પણ સપ્ટેમ્બર 2014માં બેરિએટ્રિક ઓપરેશન કરવામાં આવ્યુ હતું. લાંબા સમયથી મધુમેહની સમસ્યાના કારણે વજન વધતા આ ઓપરેશન કરવામાં આવ્યું છે.

છેલ્લા ઘણા સમયથી અરુણ જેટલીની તબિયત ખરાબ ચાલી રહી છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં પ્રધાન પદ સ્વીકારવા તેમણે ઈનકાર કર્યો હતો. આ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમણે પત્ર લખ્યો હતો અને આ પત્રને ટ્વીટર પર પણ પોસ્ટ કર્યો હતો જેમા લખ્યું હતું કે 'હું છેલ્લા 18 મહિનાથી બિમાર છુ અને તેમને પ્રધાન ન બનાવવા પર વિચાર કરો'.

arun jaitley gujarati mid-day