શ્રીનગરમાં ડોભાલે સામાન્ય લોકો સાથે કર્યું લંચ, આખરે શું છે મામલો?

07 August, 2019 07:42 PM IST  |  શ્રીનગર

શ્રીનગરમાં ડોભાલે સામાન્ય લોકો સાથે કર્યું લંચ, આખરે શું છે મામલો?

તસવીર સૌજન્યઃ ANI

જમ્મૂ કશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણય કે જેની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. તેના પર કેન્દ્ર સરકારે મહોર લગાવી દીધી છે. રાજ્યમાં લાગૂ 35A પણ સમાપ્ત થઈ ગયું છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કેન્દ્ર સરકારે આર્ટિકલ 370 અને 35એ ખતમ થવાની સંસદમાં સૂચના આપી હતી. તમને જણાવી દઈએ કે આર્ટિકલ 370ને એક જ ઝટકામાં એટલે જ હટાવી દેવામાં આવ્યું કારણ કે તેની તૈયારી સરકારે લાંબા સમયથી કરી રાખી હતી. હજારોની સંખ્યામાં જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા. સૌથી મોટી વાત એ હતી કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ જમ્મૂ કશ્મીર પર નજર રાખી રહ્યા હતા અને પોતે પણ સુરક્ષા વ્યવસ્થા જોવા માટે ઘાટીમાં જ રહ્યા.

ડોભાલ આર્ટિકલ 370 હટ્યો તે પહેલા શ્રીનગરનો પ્રવાસ કરીને દિલ્હી પહોંચ્યા હતા, જ્યારે વડાપ્રધાનના નિવાસ સ્થાને કેબિનેટની મીટિંગ થઈ. આ મીટિંગ બાદ મીડિયાને સંબોધન નહોતું કરવામાં આવ્યું. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, NSA અજીત ડોભાલ પણ હાજર રહે. ત્યારે જ જમ્મૂ-કશ્મીર પર કોઈ મોટો નિર્ણય આવવાની આશા લગાવવામાં આવી હતી.


હવે જ્યારે આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય લેવામાં આવી ચુક્યો છે તો ફરી એકવાર ડોભાલને ઘાટીમાં લોકો સાથે વાતચીત કરતા જોવામાં આવ્યા છે. સરકારના સૂત્રો અનુસાર એનએસએ અજીત ડોભાલે શોપિયાંનો પ્રવાસ કર્યો, જે ઉગ્રવાદનું કેન્દ્ર છે. ત્યારે જ ડોભાલે લોકોને કહ્યું કે જમ્મૂ કશ્મીર હવે સામાન્ય અને શાંતિપૂર્ણ છે.

એ તો જાહેર વાત છે કે આર્ટિકલ 370 હટાવવા પાછળ ડોભાલની રણનીતિનો પણ મોટો હાથ રહ્યો છે. હવે તેઓ ફરી એકવાર ઘાટીમાં છે તો સવાલો ઉભા થઈ રહ્યા છે કે આખરે મામલો શું છે? અમે તમને જણાવી દઈએ કે ડોભાલ જમ્મૂ કશ્મીરની સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ જાણવા માટે પહોંચ્યા છે. એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ડોભાલ શોપિયાં પહોંચીને લોકોને પુછી રહ્યા છે કે કેવું લાગી રહ્યું છે? લોકોએ કહ્યું કે તેમને સારો માહોલ જોઈએ છે.


તો ડોભાલે કહ્યું કે, 'તમામ લોકો આરામથી રહો, ઉપરવાળાની મહેરબાની છે. તમે લોકો બિલકુલ નિશ્ચિંત રહો બધુ સારું થશે. તમારી સલામતી અને સુરક્ષા અમારી ફરજ છે, તમે અને તમારા બાળકો સુરક્ષિત માહોલમાં રહે. અહીં શાંતિથી રહી શકે. આગળ વધી શકે અને દુનિયામાં પોતાનું નામ કમાઈ શકે. પોતાના દેશ અને ધર્મની રક્ષા કરી શકે. એક સારા માણસની જેમ રહે. રોજ-રોજ દુકાનો બંધ કરી દેવી યોગ્ય નથી, તેને બદલીને એક અલહ માહોલ બનાવવો પડશે.'

આ પણ જુઓઃ કૌશાંબી ભટ્ટની ડાન્સરથી એક્ટર સુધીની સફરને જાણો ખૂબસૂરત તસવીરો સાથે..

અજિત ડોભાલે બાદમાં સામાન્ય લોકો સાથે લંચ પણ કર્યું. બાદમાં તેમણે સુરક્ષાદળો સાથે પણ મુલાકાત કરી. જ્યાં ડીજીપી દિલબાગ સિંહ પણ હાજર રહ્યા.

jammu and kashmir srinagar