કાશ્મીરની સ્થિતિ અંગે અમિત શાહ-અજીત ડોભાલે કરી ચર્ચા, હવે આગળ શું ?

04 August, 2019 03:32 PM IST  |  જમ્મુ કાશ્મીર

કાશ્મીરની સ્થિતિ અંગે અમિત શાહ-અજીત ડોભાલે કરી ચર્ચા, હવે આગળ શું ?

અજીત ડોભાલ અને અમિત શાહ

પાકિસ્તાની બેટ ટીમના હુમલા બાદ આજે સંસદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે સંસદ ભવનમાં હાઈલેવલ મીટિંગ યોજાઈ. આ બેઠકમાં કાશ્મીરની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં ગૃહ મંત્રાલયના તમામ ઉચ્ અધિકારીઓ હાજર હતા. આ બેઠકમાં શું ચર્ચા થઈ કે શું નિર્ણય લેવાયો તે અંગે કોઈ ખુલાસો નથી થયો.

સોમવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક

આ દરમિયાન જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે સોમવારે મોદી કેબિનેટની બેઠક યોજાશે. આ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોટા નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકાર આ બેઠકમાં કોઈ મહત્વનો નિર્ણય કરી શકે છે. આ બેઠક એવી સ્થિતિમાં બોલાવાઈ છે, જ્યારે જમ્મુ કાશ્મીરમાં વધારાના સુરક્ષાદળો તૈનાત કરાયા બાદ પરિસ્થિતિ તંગ છે.

આગામી સપ્તાહમાં અમિત શાહ જશે કાશ્મીર

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આગામી સપ્તાહમાં કાશ્મીરની મુલાકાત લઈ શકે છે. અમિત શાહની આ મુલાકાત સંસદ સત્ર બાદ થશે. કાશ્મીરમાં તાજેતરમાં સ્થિતિ ખૂબ જ તણાવગ્રસ્ત છે, જેને કારણે અમિત શાહની મુલાકાત મહત્વની મનાઈ રહી છે. સુરક્ષાના કારણે અમરનાથ યાત્રિકો અને પર્યટકોને પાછા મોકલવાનો નિર્ણય લેવાયો, સાથે જ કાશ્મીરમાં વધારાા 38 હજાર સુરક્ષા કર્મીઓને તૈનાત કરાયા છે. આવી સ્થિતિમાં અમિત શાહ હાલની સ્થિતિની સમીક્ષા કરવા માટે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને સુરક્ષા કર્મીઓનો ઉત્સાહ વધારશે. કેન્દ્ર સરકારના સુરક્ષા સંબંધી નિર્દેશોને કારણે અત્યાર સુધીમાં 50 હજારથી વધુ મુસાફરો, શ્રદ્ધાળુઓ અને અન્ય રાજ્યોના મજૂરોને કાશ્મીરમાંથી પાછા મોકલી દેવાયા છે.

આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ, ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર, જિંદગી જોખમમાં

સૈન્યએ 7 પાકિસ્તાની BATને ઠાર કર્યા

કાશ્મીરમાં તણાવ વચ્ચે સરહદ પર પાકિસ્તાન પોતાની હરકતો છોડી નથી રહ્યું. પાકિસ્તાની સૈન્ય અને બેટે LoC પર કેરન સેક્ટરમાં ભારતીય ચોકી પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેને ભારતીય સૈન્યએ નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય સૈન્યએ છેલ્લા 36 કલાકમાં 7 પાકિસ્તાની બેટને ઠાર કર્યા છે. 

amit shah jammu and kashmir national news