રાજ્યસભામાં બંધારણની પ્રત ફાડનાર પીડીપીના સાંસદ સામે થઈ શકે કાર્યવાહી

06 August, 2019 09:42 AM IST  | 

રાજ્યસભામાં બંધારણની પ્રત ફાડનાર પીડીપીના સાંસદ સામે થઈ શકે કાર્યવાહી

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાને લઈને વિરોધ કરનાર અને રાજ્યસભામાં બંધારણની પ્રત ફાડનાર પીડીપીના સાંસદ ફૈયાઝ લાવે પર અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે. ગૃહપ્રધાન અમિત શાહે કલમ ૩૭૦ અને જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનનો સંકલ્પ રજૂ કરતાં વિપક્ષી પાર્ટીઓએ હોબાળો શરૂ કરી દીધો જે બાદ રાષ્ટ્રપતિએ હોબાળો મચાવી રહેલા સાંસદોને પાછા જવાનું કહ્યું હતું, પરંતુ કોઈ પણ માન્યા નહીં. પીડીપીના સાંસદ મીર ફૈયાઝ અને નજીર અહેમદે પ્રસ્તાવના વિરોધમાં રાજ્યસભામાં જ બંધારણની પ્રત ફાડી દીધી એ બાદ વેન્કૈયા નાયડુએ તેમને બહાર મોકલી દીધા. આ સાંસદોએ વિરોધ કરતાં પોતાનાં કપડાં પણ ફાડ્યાં અને આને કાશ્મીરના લોકોની સાથે દગો ગણાવ્યો.

jammu and kashmir gujarati mid-day