ભાગેડુ માલ્યા, ચોકસી અને નીરવ મોદીની જપ્ત 9,371 કરોડ સંપત્તિ સરકારી બેંકોમાં ટ્રાન્સફર

23 June, 2021 03:05 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ભાગેડુ ઉદ્યોગપતિઓ વિજય માલ્યા, મેહુલ ચોકસી અને નીરવ મોદીની 9,371 કરોડ સંપત્તિને સરકારી બેંકોમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

વિજય માલ્યા ( ફાઈલ ફોટો)

ભાગેડુ ઉદ્યોગપતિઓ વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સીની કુલ 9,371 કરોડની સંપત્તિ તેમની છેતરપિંડીના કારણે થયેલા નુકસાનની ભરપાઇ કરવા માટે સરકાર દ્વારા સંચાલિત બેંકોને ટ્રાન્સફર કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઇડીએ જાહેર ક્ષેત્રની બેંકોને 8441.5 કરોડની સંપત્તિ સ્થાનાંતરિત કરી હતી, જેને વિજય માલ્યા, નીરવ મોદી દ્વારા છેતરપિંડીને કારણે નુકસાન થયું હતું. 

તમને જણાવી દઈએ કે ત્રણ ભાગેડુ ઉદ્યોગપતિઓ (વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી)એ પોતાની કંપનીઓ દ્વારા જાહેર ક્ષેત્રની બેંકો સાથે જંગી રકમની છેતરપિંડી કરી ચૂક્યા છે, જેના કારણે બેંકોને કુલ 22,585.83 કરોડનું નુકસાન થયું છે.

આ કડીમાં સીબીઆઈએ એફઆઈઆર નોંધી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટરે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો તેમજ વિદેશમાં સંપત્તિ હોવાના અસંખ્ય કેસ શોધી કાઢ્યા છે, આ સાથે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ત્રણેય આરોપીઓએ નકલી કંપનીઓનો ઉપયોગથી બેંકો દ્વારા પૂરા પાડવામાં આવેલ નાણામાં ગરબડ કરી હતી. 

આ કેસમાં તાત્કાલિક પગલા ભર્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રૂ. 18,170 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, જેમાં વિદેશમાં સ્થિત 969 કરોડ રૂપિયાની સંપત્તિ શામેલ છે. ઇડી તપાસમાં સામે આવ્યું છે કે મોટાભાગની સંપત્તિનો મોટો હિસ્સો કેટલીક નકલી કંપની, થર્ડ પાર્ટી અથવા ટ્રસ્ટના નામે રાખી હતી.  

ઇડી અનુસાર પીએમએલ એ તપાસ બાદ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની ફરિયાદો કરવામાં આવી છે. ત્રણેયના પ્રત્યાર્પણ માટે યુનાઇટેડ કિંગડમ, એન્ટિગુઆ અને બાર્બુડામાં અપીલ કરવામાં આવી છે. વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે વિજય માલિયાના પ્રત્યાર્પણના આદેશ આપ્યા હતા, જેને યુકે હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે. માલ્યાને યુકેની સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની મંજૂરી નહોતી, તેથી તેમનું ભારતમાં પ્રત્યાર્પણ નિશ્ચિત છે.  

national news vijay mallya Nirav Modi business news