LoC પર ભારતની કાર્યવાહી, પાક.ની 8 ચૌકી તબાહ અને 8 સૈનિકો ઠાર

02 April, 2019 11:01 AM IST  |  જમ્મુ કશ્મીર

LoC પર ભારતની કાર્યવાહી, પાક.ની 8 ચૌકી તબાહ અને 8 સૈનિકો ઠાર

LoC સરહદ પર ભારતીય જવાનો (PC : Jagran)

કાશ્મીર પાસેની પાકિસ્તાન સરહદ (LoC) પર ફરી યુદ્ધ જેવી સ્થીતી બની ગઇ છે. રાજૌરીથી પુંછ સુધી પાકિસ્તાન સેના દ્રારા સોમવારે દિવસભર થયેલા ગોળીબારનો ભારતીય સેનાએ મોડી સાંજે જડબાતોડ જવાબ આપ્યો હતો. પુંછ સેક્ટરમાં ભારતીય સેનાએ જોરદાર કાર્યવાહી કરતા પાકની 8 ચોકીઓનો ખાતમો કરી દીધો હતો. આ હુમલામાં 7 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા હતા.

BSF નો એક જવાન શહીદ, બાળકી સહીત 2ના મોત
પાકિસ્તાનની ગોળીબારીમાં સીમા સુરક્ષા દળનો એક જવાન શહીદ થઇ ગયો હતો. જ્યારે 1 મહિલા સહીત પાંચ વર્ષની બાળકીનું પણ મોત થઇ ગયું હતું. પાંચ જવાનો સહીત 22 લોકો ઘાયલ થઇ ગયા હતા. જોકે આ ઘટના બાદ નિયંત્રણ રેખાથી પાંચ કિલોમીટર સુધીની સ્કુલો બંધ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો : પાક.ની નાપાક હરકત, રાત્રે 3 વાગે મોકલ્યા F-16, ભારતે પાછા ભગાડ્યા

સીમા પર થઇ ભારે ગોળીબારી

સોમવારે સવારે લગભગ 7:45 વાગ્યા આસપાસ પુંછ સેક્ટર અને ત્યાર બાદ શાહપુર, કિરની, મેંઠર, બાંદી ચેચિયા, મંધાર, કૃષ્ણા ઘાટી, મનકોટ, બાલાકોટ અને મેંઠર સેક્ટરની સીમાઓ પર ભારે ગોળીબારી શરૂ થઇ હતી. જે પુરો દિવસ સુધી ચાલી હતી. આ ગોળીબારીમાં સીમા સુરક્ષા દળ (BSF) ના ઇંસ્પેક્ટર એલિસ્ક લાલ મીનલ શહીદ થઇ ગયા હતા. તો બાંડી ચેચિયાન ગામમાં મુહમ્મદ શફીકની પાંચ વર્ષની દિકરી સોફિયા, મહિલા સજ્જાદની પત્ની મોહમ્મદ યાકુબનું મોત નિપજ્યું હતું. 18 લોકો આ ગોળીબારીમાં ઘાયલ થયા હતા. 6 ઘાયલ લોકોને સારવાર માટે રાજકીય મેડિકલ કોલેજ જમ્મુ ખસેડવામાં આવ્યા હતા. તો 4 ઘાયલોને વાયુ સેનાના ચોપરથી જમ્મુ અને બે ઘાયલોને એમ્બુલન્સથી જમ્મુ ખસેડવામાં આવ્યા હતા. 

jammu and kashmir national news indian army