પાક.ની નાપાક હરકત, રાત્રે 3 વાગે મોકલ્યા F-16, ભારતે પાછા ભગાડ્યા

Published: Apr 01, 2019, 20:49 IST

ભારતીય વાયુસેનાએ બોર્ડર પર ફરી એકવાર પાકિસ્તાનના ષડયંત્રને નિષ્ફળ કર્યું છે. પાકિસ્તાને રવિવારે મોડી રાત્રે ભારતીય સરહદ તરફ F-16 ફાઈટર જેટના ગ્રૂપને પંજાબ બોર્ડર પાસે મોકલ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે 3 વાગે ભારતના રડારમાં પાકિસ્તાનના ચાર F-16 ફાઈટર જેટ અને UAV મૂવમેન્ટ નોંધાઈ હતી. પાકિસ્તાનના આ ફાઈટર જેટ પંજાબના ખેમકરણ બોર્ડર પાસે હતા. ભારતે આ માહિતી સામે આવ્યા બાદ તાત્કાલિક પગલા લેતા પાકિસ્તાનના ફાઈટર જેટને ખદેડવા માટે સુખોઈ-30 અને મિરાજ લડાકૂ ફાઈટર જેટ મોકલ્યા હતા. ભારતે પાકિસ્તાનની નાપાક હરકતને નિષ્ફળ કરવા ભારતે જડબાતોડ જવાબ આપ્યો. ભારતના ફાઈટર જેટને જોઈને પાકિસ્તાનના ફાઈટર જેટ પાછા જતા રહ્યા.

રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાની ફાઈટર જેટ્સ સર્વેલન્સ ડ્રોન્સ સાથે ઉડી રહ્યા હતા. પાકિસ્તાની વિમાનનું ઉદ્દેશ્ય સંવેદનશીલ વિસ્તારોમાં ભારતીય સૈન્યના જવાનો ક્યાં તૈનાત છે, તે જોવાનું હતું. ઈન્ડિયન એરફોર્સ આખી ઘટનાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ આખરે અભિનંદન પહોંચ્યા વતન, તસવીરોમાં જુઓ કેવી હતી એ ક્ષણ

ઉલ્લેખનીય છે કે બાલાકોમાં ભારતે કરેલી એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ગુસ્સે ભરાયું છે. પાકિસ્તાન સમયાંતરે ભારતને ઉક્સાવવાની કોશિશ કરી રહ્યું છે. 15 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકી સંગઠનના અડ્ડા તબાહ કર્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK