06 April, 2025 01:02 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
પ્રયાગરાજના ત્રિવેણી સંગમના પવિત્ર જળની ૧૦૦૦ બૉટલો જર્મની મોકલવામાં આવી છે
૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી ૪૫ દિવસ માટે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં યોજાયેલા મહાકુંભ પછી અહીંના પવિત્ર જળની વિદેશમાં વધતી જતી માગણીને કારણે પહેલી વાર સંગમ જળની ૧૦૦૦ બૉટલો જર્મની મોકલવામાં આવી છે. ૨૫૦ મિલીલીટરની સાઇઝ ધરાવતી ૧૦૦૦ કાચની બૉટલોમાં પૅક કરવામાં આવેલું આ શિપમેન્ટ પ્રયાગરાજથી જર્મની મોકલવામાં આવ્યું છે. આ શિપમેન્ટ શ્રી પંચ દશનામ જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ દ્વારા જર્મનીમાં એવા શ્રદ્ધાળુઓ માટે મોકલવામાં આવ્યું હતું જેઓ મહાકુંભમાં ભાગ લેવા આવી શક્યા નહોતા.