જૂન જુલાઈમાં ધોધમાર વરસાદની આગાહી, અલ નીનોની અસર ઘટી

10 May, 2019 03:51 PM IST  |  દિલ્હી

જૂન જુલાઈમાં ધોધમાર વરસાદની આગાહી, અલ નીનોની અસર ઘટી

એક તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડ સહિત કેટલાક વિસ્તારોમાં માવઠાં થયા છે. અને ખેડૂતો માવઠાને કારણે ચિંતિત છે. ત્યારે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વખતે ચોમાસામાં 96 ટકા વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે અલ નીનોની અસર ઘટવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જૂન જૂલાઈમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે.

ઉલ્લેખનીય છે કે 1991 - 2000 સુઘી દેશમાં એવરેજ વરસાદ 89 સેન્ટીમીટર નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સ્કાયમેટે 93 ટકા વરસાદ પડવાની આગાહી કરી હતી હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે 93 ટકા વરસાદની આગાહી કરી હતી. પરંતુ હવામાન વિભાગે 96 ટકા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદી ઝાપટાંની આગાહી, ઘટશે ગરમી

અલ નીનોની અસર ન થવાથી વરસાદમાં વધારો નોંધાશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી પેસિપિખ સમુદ્ર કિનારે તાપમાન વધી રહ્યું છે. જેને કારણે પેરુના દરિયાકિનારે દરિયામાં અસર પડે છે. પરિણામે સમુદ્રની હવાની દિશાઓ બદલાય છે. આ પરિવર્તનને કારણે વધારે વરસાદ ધરાવતા વિસ્તારોમાં ઓછો વરસાદ પડે છે, તો ઓછા વરસાદવાળા ક્ષેત્રોમાં વધુ વરસાદ પડે છે. તેને અલનીનો અસર કહે છે.

gujarat news