આખરે મોબ લિંન્ચિંગ પર બોલ્યા PM મોદી, રાજ્યસભામાં કર્યું સંબોધન

26 June, 2019 03:56 PM IST  | 

આખરે મોબ લિંન્ચિંગ પર બોલ્યા PM મોદી, રાજ્યસભામાં કર્યું સંબોધન

આખરે મોબ લિંન્ચિંગ પર બોલ્યા PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખરે ઝારખંડમાં ચોરીની શંકામાં યુવકની મોબ લિંન્ચિંગ અને આ સિવાય છેલ્લા કેટલાક દિવસોથી મોબ લિન્ચિંગનો શિકાર બની રહેલા લોકો વિશે બોલ્યા છે. આ સિવાય પીએમ મોદીએ બિહારમાં ચિમકી તાવના કારણે મૃત્યુ પામેલા બાળકોના મોત વિશે નિવેદન આપ્યું હતું. મોબ લિંન્ચિંગ વિશે રાજ્યસભામાં નિવેદન આપતા મોદીએ કહ્યું હતું કે, ઝારખંડમાં યુવકની હત્યાનું સૌને દુઃખ છે. ગૃહમાં કહેવામાં આવ્યું હતું કે, ઝારખંડ મોબ લિંચિંગનો મુખ્ય અડ્ડો બની ગયું છે જે યોગ્ય નથી. ઝારખંડને બદનામ કરવાનો કોઈને અધિકાર નથી. બિહારમાં ચમકી તાવના કારણે મૃત્યુ પામેલા બાળકો વિશે મોદીએ કહ્યું કે, આ 7 દાયકાઓમાં સરકારોની સૌથી મોટી નિષ્ફળતાઓમાંની એક છે. દુઃખની વાત તો એ છે કે આધુનિક યુગમાં પણ આવું થઈ રહ્યું છે. હું બિહાર સરકાર સાથે સંપર્કમાં છું.

ઈવીએમ પર બોલ્યા પીએમ મોદી

બીજી વાર સત્તામાં આવ્યા પછી કૉન્ગ્રેસ તરફથી ફરી એકવાર ઈવીએમ પર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. આ વિશે વાત કરતા મોદીએ કહ્યું હતું કે, ગૃહમાં ઈવીએમ પર ચર્ચા થાય છે. આ એક નવી બિમારી શરૂ થઈ ગઈ છે. ઈવીએમ અંગેના સવાલ ઉઠાવવામાં આવે છે અને બહાના બનાવવામાં આવે છે. નિરાશાજનક વાતારણમાં અમે કાર્યકર્તાઓ પર વિશ્વાસ પેદા કરીને પાર્ટીને ઊભી કરી છે. અમે પણ હાર્યા, પરંતુ ક્યારેય રોદણાં નથી રોયા કે આ કારણથી અમે હાર્યા છીએ. જ્યારે પોતાની પર વિશ્વાસ ન રહે ત્યારે સામર્થ્યનો અભાવ રહે છે, ત્યારે બહાના શોધવા પડે છે.

આ પણ વાંચો:એર સ્ટ્રાઇકનો પ્લાન બનાવનાર સામંત ગોયલ RAW ના નવા ચીફ બન્યા

પીએમે આપ્યા જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં પૂછવામાં આવેલા પ્રત્યેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. રાજ્યસભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશમાં ખેડૂતોની હાલત, તમિલનાડુ અને કેરળમાં ભાજપના વિકાસ અને મીડિયા જેવા અનેક પ્રશ્નો પુછવામાં આવ્યા હતા જેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ જવાબ આપ્યા હતા.

narendra modi gujarati mid-day Rajya Sabha