PMને મળ્યા નોબેલ વિજેતા અભિજીત બેનર્જી, મોદીએ કર્યું ટ્વીટ

22 October, 2019 03:29 PM IST  |  મુંબઈ ડેસ્ક

PMને મળ્યા નોબેલ વિજેતા અભિજીત બેનર્જી, મોદીએ કર્યું ટ્વીટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોબેલ વિજેતા અભિજીત બેનર્જી સાથે મંગળવારે મુલાકાત કરી. પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આ વાતની માહિતી આપી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ મુલાકાત ઘણી સારી રહી.

મુલાકાત પછી પીએમ મોદીએ ભવિષ્ય માટે આપી શુભેચ્છાઓ
મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું, "માનવ સશક્તિકરણ પ્રત્યે અભિજીત બેનર્જીનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ છે. અમારી વચ્ચે જુદાં જુદાં વિષયો પર વાત થઈ. દેશને તેમની ઉપલબ્ધિઓ પર ગર્વ છે. તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ."

અભિજીતના માતા આપવા માગતા હતા આ સંદેશો
ઉલ્લેખનીય છે કે અભિજીતના માતા નિર્મલા દેવી વડાપ્રધાન મોદી સાથે મુલાકાતને લઇને દીકરાને સતર્ક કરવા માગતા હતા. અભિજીતે મોદી સરકારની અર્થનીતિની આલોચના કરી હતી અને કહ્યું હતું કે ડિમાન્ડ ઘટવાને કારણે પરિસ્થિતિ ચિંતાજનક છે, ડેટા પણ સંદિગ્ધ છે. હકીકતે નિર્મલા દેવી ઇચ્છતા હતા કે અભિજીત વડાપ્રધાન સાથે સમજી-વિચારીને વાત કરે.

મુલાકાત પછી અભિજીતે પીએમનો માન્યો આભાર
વડાપ્રધાન સાથે મુલાકાત પછી નોબેલ વિજેતાએ તેમનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું, "આ મુલાકાત મારી માટે ખૂબ જ સારી રહી. વડાપ્રધાને મને ઘણો સમય આપ્યો. આ દરમિયાન અમે દેશની અર્થવ્યવસ્થા તેમજ પરિસ્થિતિ વિશે વાત કરી. તેમણે ભારતને લઇને પોતાની વિચારધારા પર મારી સાથે ચર્ચા કરી. અમારી વચ્ચે બીજા પણ અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ."

પત્ની એસ્થર ડુફ્લોને પણ મળ્યા છે આ સન્માન
વર્ષ 2019માં અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં ભારતીય અમેરિકી અભિજીત બેનર્જીને નોબેલ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યું. આ સન્માન તેમને સંયુક્ત રૂપે ફ્રાન્સની એસ્થર ડુફ્લો અને અમેરિકાના માઇકલ ક્રેમર સાથે આપવામાં આવ્યું.

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

મેસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટમાં છે ઇકોનોમિક્સના પ્રૉફેસર
મૂળ ભારતીય અભિજીતનું શિક્ષણ ભારતની કલકત્તા યુનિવર્સિટી અને જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં થયું. તેના પછી વર્ષ 1988માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં તેમણે પીએચડી કરી. હાલ તે મેસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં ઇકોનોમિક્સના પ્રૉફેસર છે.

narendra modi national news