Corona Update: દેશમાં નવા 1.94 લાખ કેસ નોંધાયા, સક્રિય કેસની સંખ્યા 10 લાખે પહોંચવા આવી

12 January, 2022 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ સમય દરમિયાન 60406 કોરોના દર્દીઓ સાજા થયા છે. આ પછી દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 3 કરોડ 60 લાખ 510 થઈ ગયા છે.

દેશમાં નવા 1.94 લાખ કેસ નોંધાયા

દિલ્હીઃ દેશમાં કોરોના (Coronavirus) બેકાબૂ ઝડપે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,94,720 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 442 લોકોના મોત થયા છે. જો કે, આ સમય દરમિયાન 60406 કોરોના દર્દીઓ સાજા થયા છે. આ પછી દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 3 કરોડ 60 લાખ 510 થઈ ગયા છે. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 9 લાખ 55 હજાર 319 થઈ ગઈ છે. તે જ સમયે ઓમિક્રોનના કેસ વધીને 4868 થઈ ગયા છે. દેશમાં કોરોના મહામારીને કારણે અત્યાર સુધીમાં કુલ 4 લાખ 84 હજાર 655 લોકોએ જીવ ગુમાવ્યા છે.
 
153 કરોડથી વધુને રસીને ડોઝ અપાયા

કોરોનાની આ ગતિ વચ્ચે રસીકરણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 153 કરોડથી વધુ રસીકરણ કરવામાં આવ્યું છે. મંગળવારે, દેશમાં એન્ટી-કોવિડ રસીના 76,68,282 ડોઝ આપવામાં આવ્યા હતા, જેની સાથે દેશમાં અત્યાર સુધીમાં રસીના 1537 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી.

60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ અને અન્ય રોગોથી પીડિત આરોગ્ય કર્મચારીઓ તેમજ ફ્રન્ટલાઈન વર્કર્સમાંથી 18, સોમવારથી કોવિડ-19 વિરોધી રસીના સાવચેતીના ડોઝ આપવામાં આવ્યાં. મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 15-18 વર્ષની વય જૂથના લાભાર્થીઓને 2,81,00,780 ડોઝ આપવામાં આવ્યા છે.
 
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ 

મંગળવારે મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોના વાયરસના  34,424 નવા કેસ નોંધાયા હતા અને આ દરમિયાન ગુજરાતમાં 7,476 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે મંગળવારે કોવિડ-19ના નવા કેસ નોંધાયા બાદ રાજ્યમાં કુલ કેસ વધીને 69,87,938 થઈ ગયા છે. તેમણે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં રોગચાળાને કારણે 22 દર્દીઓના મોત થયા છે, જેનાથી મૃત્યુઆંક 1,41,669 થયો છે. અધિકારીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં વાયરસના ઓમિક્રોન સ્વરૂપના ચેપના 34 નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ આ સ્વરૂપથી ચેપના કેસ વધીને 1,281 થઈ ગયા છે.

ગુજરાતની સ્થિતિ

આ દરમિયાન ગુજરાતના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,476 નવા કેસ નોંધાયા બાદ કુલ કેસ વધીને 8,75,777 થયા છે. લગભગ આઠ મહિનામાં પ્રથમ વખત મંગળવારે સંક્રમણને સાત હજાર કરતાં વધારે કેસ નોંધાયા છે. 

national news coronavirus covid19 maharashtra gujarat