06 February, 2025 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર- સતેજ શિંદે
૧૪ ફેબ્રુઆરીથી શરૂ થતી વિમેન્સ પ્રીમિયર લીગની મુંબઈ ઇન્ડિયન્સ ટીમની ગઈ કાલે નરીમાન પૉઇન્ટની ટ્રાઇડન્ટ હોટેલમાં પ્રેસ-કૉન્ફરન્સ હતી. આ પત્રકાર-પરિષદમાં ટીમનાં હેડ કોચ શાર્લોટ એડવર્ડ્સ, મેન્ટર અને બોલિંગ કોચ ઝુલન ગોસ્વામી, કૅપ્ટન હરમનપ્રીત કૌર તથા પ્લેયર સજના સજીવન કાલીપીલી ટૅક્સીમાં આવ્યાં હતાં.
આ ટૅક્સી સારિકા રણદિવે ચલાવી રહી હતી. શાર્લોટે સારિકા સાથે સેલ્ફી પણ લીધો હતો. મુંબઈમાં કાલીપીલી ટૅક્સી ચલાવતી મહિલાઓ જૂજ છે, જેમાં સારિકા કદાચ પહેલી જ છે.