ઠાકરેની આશંકા તેમના વર્તનમાં આવ્યા વિના ન રહી

22 June, 2022 09:04 AM IST  |  Mumbai | Rashmin Shah

ગયા વીકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ આવ્યા ત્યારે ઉદ્ધવ ઠાકરે તેમનાથી ચોક્કસ અંતર જાળવતા હોય એવું ચોખ્ખું દેખાતું હતું, જેનું કારણ પણ પાટીલ-ફડણવીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ઑપરેશન માટેની આશંકા હતી

જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા વીકમાં મુંબઈ આવ્યા ત્યારે ઠાકરેના વર્તનમાં પણ અણગમો સ્પષ્ટ દેખાતો હતો


દેવેન્દ્ર ફડણવીસ સી. આર. પાટીલની આડશમાં નારાજ શિવસૈનિકોના સંપર્કમાં છે એવો અંદેશો ઉદ્ધવ ઠાકરેને પણ થોડા સમયથી હતો જ અને એ જ આશંકાને કારણે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા વીકમાં મુંબઈ આવ્યા ત્યારે ઠાકરેના વર્તનમાં પણ અણગમો સ્પષ્ટ દેખાતો હતો. તેમની બૉડી-લૅન્ગ્વેજથી માંડીને નરેન્દ્ર મોદીથી ચોક્કસ અંતર રાખવાની તેમની જે રીત હતી એ સ્પષ્ટપણે નારાજગી દર્શાવતી હતી.
મોદી સાથે ક્યારેક ઠાકરે સહજ થતા હતા, પણ એ આખી મુલાકાત દરમ્યાન તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે એક પણ વખત કમ્ફર્ટ ઝોન પર જઈને વાત કરવાની કોશિશ નહોતી કરી. એ સમયે બીજેપીના જે નેતાઓ હાજર હતા તેઓ પણ આ જ વાત નોંધતા હતા, તો શિવસેનાના સિનિયર નેતાઓએ પણ આ વાત નોંધી હતી.
ઉદ્ધવ ઠાકરેને પંદરેક દિવસ પહેલાં જ બીજેપી દ્વારા ચાલતી આ ઍક્ટ‌િવિટીના સમાચાર મળ્યા હતા અને અમુક નામ પણ મળ્યાં હતાં, જે બીજેપી સાથે કૉન્ટૅક્ટમાં હતાં. ઠાકરેએ એ વિધાનસભ્યો સાથે વાત કરી હતી, પણ તેમને કાળી થતી જતી દાળનો અણસાર આવ્યો નહીં અને રાજ્યસભાના રિઝલ્ટ સમયે થયેલા ક્રૉસ-વોટ‌િંગ સમયે સીધા જ પુરાવા મળ્યા. જોકે તેઓ કોઈ ઍક્શન લે કે નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરે એ પહેલાં જ સી. આર. પાટીલે માસ્ટર સ્ટ્રોક રમીને બીજેપી માટે સૌથી સેફ એવા ગુજરાતમાં નારાજ શિવસૈનિકોને બોલાવી લીધા હતા.

mumbai news uddhav thackeray narendra modi