મુંબઈ લોકલ : પશ્ચિમ રેલવેને ટૂંક સમયમાં જ મળશે 40 નવી એસી ટ્રેન

02 February, 2023 06:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બોરીવલી અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે બધી મુખ્ય એક્સપ્રેસ ટ્રેનો પાંચમી અને છઠ્ઠી લાઈન તરફ વળાવી દેવામાં આવશે, જેથી સેંકડો વધારાની સ્થાનિક સેવાઓનો માર્ગ મોકળો રહેશે.

ફાઈલ તસવીર

પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે ત્યારે પશ્ચિમ રેલવેએ (western railway) રેલ મંત્રાલયને 40થી વધારે ઍરકંડીશન્ડ લોકલ ટ્રેનની(AC TRAIN) માગ (Mumbai local news) નોંધાવી છે.

પશ્ચિમ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે રેલવે બૉર્ડે વધારાના પૂરવઠાનો વાયદો કર્યો છે અને બધી રીતે વેસ્ટિબુલ ટ્રેનો હશે. પશ્ચિમ રેલવે દ્વારા અઠવાડિયાના દિવસોમાં છ એસી રેકના માધ્યમે એસી સેવાઓ સંચાલિત કરવામાં આવી રહી છે, જેમાંથી એકની સમયાંતરે ઓવરહૉલિંગ કરવામાં આવે છે. દરરોજ સરેરાશ 75000 પ્રવાસીઓ પશ્ચિમ રેલવેની એસી સેવાઓનો ઉપયોગ કરે છે.

આ દરમિયાન, મુંબઈ સેન્ટ્રલ અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઈન શરૂ કરવાનું કામ પૂરજોશમાં થઈ રહ્યું છે. ખાર અને ગોરેગાંવ વચ્ચે પરિયોજનાનું પહેલું ચરણ જૂન 2023 સુધી પૂરું થઈ જશે.

ગોરેગાંવ અને બોરીવલી વચ્ચે બીજું ચરણ માર્ચ 2024 સુધી પૂરું થશે અને ખાર તેમજ મુંબઈ સેન્ટ્રલ વચ્ચે અંતિમ ચરણ માર્ચ 2025 સુધી શરૂ થવાની શક્યતા છે.

આ પણ વાંચો : ડાયાબિટીઝના રોગીઓ માટે સંજીવની સમાન છે આ વસ્તુ, જાણો વાપરવાની યોગ્ય રીત

અધિકારીએ જણાવ્યું કે છઠ્ઠી લાઈન ખુલ્યા બાદ, 25 ટકા વધારે ટ્રેનો શરૂ કરી શકાશે કારણકે બોરીવલી અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે બધી મુખ્ય એક્સપ્રેસ ટ્રેનો પાંચમી અને છઠ્ઠી લાઈન તરફ વળાવી દેવામાં આવશે, જેથી સેંકડો વધારાની સ્થાનિક સેવાઓનો માર્ગ મોકળો રહેશે.

Mumbai mumbai news mumbai local train western railway mumbai trains whats on mumbai