મારી વફાદારી ગાંધી, નેહરુ અને કૉન્ગ્રેસની વિચારધારા પ્રત્યે છે: સંજય ઝા

16 July, 2020 12:09 PM IST  |  Mumbai | Dharmendra Jore

મારી વફાદારી ગાંધી, નેહરુ અને કૉન્ગ્રેસની વિચારધારા પ્રત્યે છે: સંજય ઝા

સંજય ઝા

મંગળવારે મોડી રાત્રે પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ માટે કૉન્ગ્રેસ દ્વારા સસ્પેન્ડ કરાયેલા એના ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા સંજય ઝાએ પોતાનો પૉઇન્ટ રજૂ કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે જ્યારે તેઓ બીજેપી વિશે એ તાનાવાદી અને ફાસીવાદી (કાયદેસરની ફરિયાદ) હોવાની ટીકા કરતા હતા ત્યારે જ પક્ષે વાતચીત કરવાની જરૂર હતી અને તેમણે પણ માની લેવું જોઈએ કે તેમના પર પણ આક્ષેપ કરી શકાય.

ઝાએ કહ્યું હતું કે કૉન્ગ્રેસ એક એવી પાર્ટી હતી જે ઐતિહાસિક રૂપે સંસ્થાઓમાં લોકશાહીની ભાવનાને વિજેતા બનાવવા માટે પ્રખ્યાત રહી છે અને તેથી જ્યારે પક્ષના સભ્યો વિવાદાસ્પદ મુદ્દાઓ ઊભા કરે છે અને રચનાત્મક ટીકા કરે છે ત્યારે આવી ટીકાઓ કરનારને રોકવામાં આવે અને હટાવવામાં આવે એ નિરાશાજનક છે.

અમે ભૂતકાળની જેમ તર્ક અને મતભેદ માટે તૈયાર નથી. ટીવી ચૅનલ પર મારા અચાનક સસ્પેન્શન વિશે સાંભળીને હું ખૂબ જ નિરાશ થઈ ગયો એમ જણાવતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ ગાંધી-નહેરુની આદર્શવાદી અને પક્ષની વિચારધારાના વફાદાર રહ્યા છે અને તેમની વફાદારી કોઈ પણ વ્યક્તિ અથવા કુટુંબ માટે નથી.

mumbai mumbai news dharmendra jore congress maharashtra rajasthan bharatiya janata party