અમને ફડણવીસ કે શાહના આશીર્વાદની જરૂર નથી : ઉદ્ધવ ઠાકરે

08 November, 2019 09:01 PM IST  |  Mumbai

અમને ફડણવીસ કે શાહના આશીર્વાદની જરૂર નથી : ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસથી રાજકિય હિલચાલ બાદ શુક્રવારે દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે શિવસેનાના મુખ્યમંત્રી બનાવવા માટે ફડણવીસ કે શાહના આશીર્વાદની જરૂર નથી. અમારા પર લગાવવામાં આવનાર તમામ આરોપો ખોટા છે.


શિવસેના ખોટું બોલનારાઓની પાર્ટી નથીઃ ઉદ્ધવ ઠાકરો
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોને કહ્યું કે અમને દેવન્દ્ર ફડણવીસ પાસેથી આવા નિવેદનની અપેક્ષા ન હતી. બીજેપી ભૂલી ગઈ કે દુષ્યંત ચૌટાલએ તેમના માટે શું કહ્યું હતું. શિવસેના જુઠ્ઠું બોલનારની પાર્ટી નથી. મેં ક્યારેય વડાપ્રધાન મોદી પર આરોપ લગાવ્યો નથી. હું બીજેપીવાળો નથી. જુઠ્ઠું બોલતો નથી. હું જુઠ્ઠું બોલનારાઓ સાથે વાત કરતો નથી.

આ પણ જુઓ : Maharashtra Assembly Polls: આમિર ખાન, શાહરૂખ ખાન, ગોવિંદાએ કર્યું મતદાન....

ખોટું કોણ બોલે છે તે લોકોને ખ્યાલ છે : ઉદ્ધવઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મુખ્યમંત્રી અને પદો માટે 50-50 પર સહમતિ બની હતી. મારે તેની પર સ્પષ્ટતા આપવાની જરૂરિયાત નથી. શિવસેનાના સીએમ થવાના સપનાને પુરા કરવા માટે મારે કોઈની મદદની જરૂર નથી. અમારું કામ બીજેપી જેવું નથી. અમિત શાહએ કહ્યું હતું કે જેની વધુ સીટ તેના સીએમ. મેં કહ્યું કે હું નહિ માનુ. દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહનો હવાલો આપીને 2.5 વર્ષના સીએમની વાત થવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો.

mumbai news uddhav thackeray shiv sena devendra fadnavis