અંબાણીના ડ્રાઇવર બનવા પણ પરીક્ષા આપવી પડે છે, પાસ થતા મળશે લાખોનો પગાર

11 April, 2019 08:44 PM IST  | 

અંબાણીના ડ્રાઇવર બનવા પણ પરીક્ષા આપવી પડે છે, પાસ થતા મળશે લાખોનો પગાર

અંબાણીના ડ્રાઇવર બનશો તો આટલા લાખનો પગાર મળશે

મોંઘવારીના આ સમયમાં દરેક વ્યક્તિ અમીર બનવા માગે છે. એશિયામાં સૌથી અમીર મુકેશ અંબાણીના ફોર્બ્સ મેગેઝીનની યાદીમાં દુનિયાભરના અરબપતિઓમાં 13મું સ્થાન ધરાવે છે. પરંતુ શું તમે વિચાર્યું છે મુકેશ અંબાણીના ડ્રાઈવરનો પગાર કેટલો હોય છે અને તેમની નિયુક્તિ કઈ રીતે થાય છે. રિલાયન્સ ઈંડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીના ડ્રાઈવરનો પગાર તો વધારે હોય જ પણ તેમના ડ્રાઈવર બનવા માટે તમારે શું કરવું પડે છે તે અમે તમને જણાવી શું.

અંબાણીના ડ્રાઇવર બનવા માટે આ પદ્ધીતીમાંથી પસાર થવું પડે છે

એશિયાના સૌથી ધનિક વ્યક્તિના ડ્રાઈવર તરીકે સિલેક્ટ થવા તમારે અલગ અલગ પરિક્ષાઓ પાસ કરવાની રહેશે. જે પ્રાઈવેટ કંપનીઓ દ્વારા લેવામાં આવે છે અને તેમની પર જ પૂરા પસંદગીની જવાબદારી હોય છે. જરુર પડે તો આ કંપનીઓ આ ડ્રાઈવર્સને ખાસ ટ્રેનિંગ પણ આપે છે અને ત્યાર બાદ તેમને આકરી પરીક્ષાઓનો સામનો કરવાનો રહે છે.

 

આ પણ વાંચો: મિડ-ડેએ મુંબઈની ટૉપ રેસ્ટોરાં અવૉડ્ર્સ જાહેર કર્યા

 

અંબાણીના ડ્રાઇવર બનશો તો આટલા લાખનો પગાર મળશે

મુકેશ અંબાણીના ડ્રાઈવર માટે સેલેરી લાખોમાં છે. મુકેશ અંબાણીના ડ્રાઈવર તરીકે એક વર્ષ માટે 24 લાખ રુપિયા સુધીની પગાર મળે છે એટલે કે મુકેશ અંબાણીના ડ્રાઈવરને મહિનાના આશરે 2 લાખથી વધુની સેલેરી આપવામાં આવે છે જો કે ત્યા સુધી પહોંચવા માટેનો રસ્તો સરળ નથી

mukesh ambani reliance