મિડ-ડેએ મુંબઈની ટૉપ રેસ્ટોરાં અવૉડ્ર્સ જાહેર કર્યા

મુંબઈ | Apr 11, 2019, 07:56 IST

૯ એપ્રિલે પરેલની સેન્ટ રેજિસ હોટલમાં યોજાયેલા ભવ્ય અને ઝગમગાટભર્યા સમારંભમાં મુંબઈની ફૂડ ઍન્ડ બેવરેજિસ ઇન્ડસ્ટ્રીના ૪૧ ટૉપ ટૅલન્ટ ઍન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સને મિડ-ડેના ધ ગાઇડ રેસ્ટોરાં અવૉડ્ર્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મિડ-ડેએ મુંબઈની ટૉપ રેસ્ટોરાં અવૉડ્ર્સ જાહેર કર્યા
2019ના મિડ ડે ગાઈડ એવોર્ડ્સ

૯ એપ્રિલે પરેલની સેન્ટ રેજિસ હોટલમાં યોજાયેલા ભવ્ય અને ઝગમગાટભર્યા સમારંભમાં મુંબઈની ફૂડ ઍન્ડ બેવરેજિસ ઇન્ડસ્ટ્રીના ૪૧ ટૉપ ટૅલન્ટ ઍન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સને મિડ-ડેના ધ ગાઇડ રેસ્ટોરાં અવૉડ્ર્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રૂપારેલ રિયાલ્ટી ઍન્ડ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના સહયોગમાં ઇવેન્ટ યોજવામાં આવી હતી.

mid day guide awards

રાજકુમાર રાવના હસ્તે રેસ્ટોરા Le15 petitને બેસ્ટ ન્યૂ રેસ્ટોરાંનો એવોર્ડ

ચોપાટીના હૅપ્પી હાઉસ કિચનને બેસ્ટ ન્યૂ વેજિટેરિયન રેસ્ટોરાં ટ્રૉફી એનાયત કરવામાં આવી હતી. કોલાબા સ્થિત રેસ્ટોરાં Miss T ને બેસ્ટ ન્યૂ રેસ્ટોરાં ઑફ ૨૦૧૮-૧૯ જાહેર કરવામાં આવ્યો હતો. મુંબઈમાં દાયકાઓ પછી પણ ટકી રહેલા ઇરાની કાફેના પ્રદાનને બિરદાવવામાં આવ્યું હતું. એ સેગમેન્ટમાં દાદરની કાફે કૉલોની, ર્ફોટની કાફે એક્સલસિયર તેમ જ માટુંગાની કૂલર ઍન્ડ કંપની સહિત કેટલીક રેસ્ટોરાંને ઍક્ટર બોમન ઇરાનીના હસ્તે વિશિષ્ટ કલ્ચરલ કૉન્ટ્રિબ્યુશન ટ્રૉફી એનાયત કરવામાં આવી હતી.

અવૉર્ડ સમારંભમાં મલાઇકા અરોરા, રાજકુમાર રાવ, બોમન ઇરાની,કુબ્બત સૈત, ઇશા ગુપ્તા અને મોના સિંહ સહિત અનેક બૉલીવુડ સ્ટાર્સ ઉપસ્થિત હતા. મિડ-ડે તરફથી મુંબઈની બેસ્ટ હૉસ્પિટાલિટી ટૅલન્ટના આ વખતના એન્યુઅલ ફ્રી ઍન્ડ ફેર સેલિબ્રેશનમાં નવ નવી કેટેગરીઝ સામેલ કરવામાં આવી હતી. ૪૧ અવૉડ્ર્સ માટેની સ્પર્ધામાં ૧૦૦ જેટલા ફાઇનલિસ્ટ્સ હતા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK