મુંબઈમાં ડ્રગ્સની સપ્લાય કરતો ઉત્તર પ્રદેશનો પોલીસ ઝડપાયો

12 May, 2022 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંજુ ઉર્ફે ટિલ્લુ નામનો અન્ય આરોપી વૉન્ટેડ છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસે પેડલરની મદદથી શહેરમાં એક કરોડ રૂપિયાનાં ડ્રગ્સની સપ્લાય કરવા બદલ ઉત્તર પ્રદેશથી એક શખ્સ અને પોલીસની ધરપકડ કરવામાં આવી છે. માલવણી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ આપેલી વિગતો અનુસાર શહેર પોલીસે આ કેસમાં કૉન્સ્ટેબલ અમિત સિંહ અને તેના મિત્ર હરમેશ ઉર્ફે મહેન્દ્ર સિંહને ઝડપી લીધા છે, જ્યારે સંજુ ઉર્ફે ટિલ્લુ નામનો અન્ય આરોપી વૉન્ટેડ છે.

મધ્ય પ્રદેશના પ્રમોદ શર્મા (૩૮ વર્ષ) અને પશ્ચિમ બંગાળના ઇસ્માઇલ ખાન (૩૨ વર્ષ) નામના પેડલર્સ ગયા મહિને માલવણીમાંથી ૧.૬૭ કરોડ રૂપિયાના હેરોઇન સાથે ઝડપાયા બાદ ઉત્તર પ્રદેશના હાપુરનગર પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા આરોપી કૉન્સ્ટેબલનું નામ સપાટી પર આવ્યું હતું. માલવણી પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ કમિશનર હસન મુલાણીએ જણાવ્યું હતું કે ‘કૉન્સ્ટેબલ અમિત અને તેનો મિત્ર હરમેશ માદક દ્રવ્યોની હેરફેરમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હતા. આ બંનેને ડ્રગ્સ આપનારા સંજુને અમે શોધી રહ્યા છીએ.’

mumbai mumbai news mumbai police uttar pradesh