18 July, 2025 12:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે, દેવેન્દ્ર ફડણવીસ
થ્રી-લૅન્ગ્વેજ પૉલિસી હેઠળ સ્કૂલોમાં હિન્દીને ફરજિયાત કરતું ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) પાછું ખેંચાયા બાદ પણ એ વિવાદ ઠંડો પડવાનું નામ નથી લઈ રહ્યો. ગઈ કાલે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને તેમની પાર્ટીના અન્ય વિધાનસભ્યો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને જઈને મળ્યા હતા. તેમણે દેવેન્દ્ર ફડણવીસને ‘હિન્દીચી સક્તી હવીચ કશાલા?’ શીર્ષક ધરાવતું પુસ્તક આપ્યું હતું. એ ઉપરાંત વિધાનસભામાં તેમના ૨૦ વિધાનસભ્ય હોવાથી વિરોધ પક્ષના નેતાનું પદ તેમને મળવું જોઈએ એવી પણ રજૂઆત કરી હતી.