મહારાષ્ટ્રમાં હવે બનશે ‘ઠાકરે’ સરકાર, 28 નવેમ્બરના રોજ શપથવિધી યોજાશે

27 November, 2019 09:10 AM IST  |  Mumbai

મહારાષ્ટ્રમાં હવે બનશે ‘ઠાકરે’ સરકાર, 28 નવેમ્બરના રોજ શપથવિધી યોજાશે

ઉદ્ધવ ઠાકરે (PC : ANI)

મહારાષ્ટ્રમાં અંતે રાજકીય રમતનો અંત આવ્યો છે અને દેવેન્દ્ર ફડણવીસ તથા અજીત પવારે પોતાના પદેથી રાજીનામુ આપી દીધા બાદ રાજ્યમાં શિવસેના, કોંગ્રેસ અને NCP ના ગઠબંધનથી સરકાર બનશે. જેમાં સર્વાનુમતે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન તરીકે કારભાર સંભાળશે. મંગળવારે મોડી રાત્રે હોટલ ટ્રાઇડેન્ટમાં ત્રણેય પાર્ટીના ધારાસભ્યોની બેઠકમાં ઉદ્ધવને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. શિવાજી પાર્કમાં 28 નવેમ્બરે તેમના શપથગ્રહણનો સમારોહ યોજાશે તેવું શરદ પવારે મિટીંગમાં કહ્યું છે.

શિવસેના અધ્યક્ષ પત્ની રશ્મિ અને પૂત્ર આદિત્ય તેમજ તેજસ સાથે હોટલ પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતા મહારાષ્ટ્રમાં રાજકારણની બાજી આખી પલટાઈ ગઈ છે. બીજેપીના ધારાસભ્ય કાલિદાસ કોલંબકરની પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજભવનમાં રાજ્યપાલે કાલિદાસને પ્રોટેમ સ્પીકર પદના શપથ અપાવ્યા છે. હવે આજે એનસીપી-શિવસેના અને કોંગ્રેસ રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરી શકે છે.


મેં વિચાર્યું ન હતું કે હું રાજ્યને નેતૃત્વ આપીશ : ઉદ્ધવ
આ પ્રસંગે તેમના ઉદ્બોધનમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું રાજ્યને નેતૃત્વ આપીશ. તેના માટે સોનિયા ગાંધી સહિત અન્યોનો આભાર. હું દેવેન્દ્ર ફડણવીસના દરેક સવાલોનો જવાબ આપવા તૈયાર છું. હું કોઇનાથી ડરતો નથી. જૂઠ એ હિન્દુત્વનો ભાગ નથી. જ્યારે તેમને જોઇતું હતું તો અમને ગળે લગાવ્યા અને હવે જ્યારે જરૂર નથી તો છોડી દીધા. તમે અને દૂર રાખવાનો પ્રયાસ કર્યો.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

સુપ્રીમ કોર્ટે મંગળવારે ફ્લોર ટેસ્ટ માટે આપ્યો હતો ચુકાદો
સુપ્રીમ કોર્ટે બુધવારે સાંજે 5 વાગ્યા સુધીમાં બહુમત સાબીત કરવાનો આદેશ આપ્યો પરંતુ તે પહેલાં જ ડેપ્યૂટી સીએમ બનેલા એનસીપી નેતા અજીત પવારે અને તેના એક કલાક પછી મુખ્યમંત્રી બનેલા દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપી દીધું છે. 79કલાકમાં મહારાષ્ટ્રની સરકાર ધરાશાયી થઈ ગઈ છે.

maharashtra mumbai news shiv sena sharad pawar uddhav thackeray