✕

વાઢવણ બીચ પર તણાઈ આવેલી બે ડૉલ્ફિનને ફરી દરિયામાં છોડાઈ

28 November, 2026 09:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે ડૉલ્ફિનને વન-વિભાગના અધિકારીઓ, વાઇલ્ડલાઇફ ટીમ અને સ્થાનિક લોકોના સંયુક્ત રેસ્ક્યુ ઑપરેશન બાદ સુરક્ષિત રીતે ફરી દરિયામાં છોડવામાં આવી હતી.

ડૉલ્ફિનનું રેસ્ક્યુ

પાલઘર જિલ્લાના વાઢવણ બીચ પર ફસાયેલી બે ડૉલ્ફિનને વન-વિભાગના અધિકારીઓ, વાઇલ્ડલાઇફ ટીમ અને સ્થાનિક લોકોના સંયુક્ત રેસ્ક્યુ ઑપરેશન બાદ સુરક્ષિત રીતે ફરી દરિયામાં છોડવામાં આવી હતી.

હાઈ ટાઇડ દરમ્યાન આ બન્ને ડૉલ્ફિન કિનારા તરફ તણાઈ આવી હતી અને વાઢવણ પોર્ટ પ્રોજેક્ટની સાઇટ નજીક ફસાઈ ગઈ હતી. ત્યાર બાદ વાઇલ્ડલાઇફ ટીમોએ મદદ કરીને બન્ને ડૉલ્ફિનને ફરી ઊંડા પાણીમાં પહોંચાડી હતી. ડૉલ્ફિન જોવા મળતાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

palghar maharashtra forest department wildlife maharashtra news mumbai news mumbai news