દક્ષિણ આફ્રિકાથી આવેલો ડોંબિવલીનો રહેવાસી Covid-19 પૉઝિટીવ નિકળ્યો

29 November, 2021 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં દર્દીને મહાનગરપાલિકાના આઇસોલેશન રૂમમાં રાખવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ થયું નથી કે તેને ઓમિક્રોનથી (Omicron) ચેપ લાગ્યો છે કે નહીં

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના ડોમ્બિવલીમાં (Dombivali) દક્ષિણ આફ્રિકાના (South Africa) કેપટાઉન શહેરથી આવેલો એક મુસાફર કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે.  હાલમાં દર્દીને મહાનગરપાલિકાના આઇસોલેશન રૂમમાં રાખવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ થયું નથી કે તેને ઓમિક્રોનથી (Omicron) ચેપ લાગ્યો છે કે નહીં. મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડો.પ્રતિભા પાનપાટીલે જણાવ્યું હતું કે દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મુંબઈ મોકલવામાં આવી રહ્યા છે, રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે તેને ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે કે નહીં.  આ મહિનાની શરૂઆતથી, દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના નવા પ્રકાર, ઓમિક્રોનના કેસ થઇ રહ્યા હતા , ત્યારબાદ તે ફરીથી ત્યાં ફેલાઈ ગયો.  હાલમાં આ ચેપ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. લિયાન-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC)ના એક અધિકારીના જણાવ્યા અનુસાર, 24 નવેમ્બરના રોજ એક વ્યક્તિ દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરથી ડોમ્બિવલી આવી હતી.

અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યું છે કે આ વેરિઅન્ટના લક્ષણો એકદમ હળવા છે, પરંતુ અન્ય એક મીડિયા હાઉસ સાથે સાથે વાત કરતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ સાયન્ટિસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે આ પ્રકાર ભારતમાં કોવિડના વહેવાર માટે ચેતવણી બની શકે છે. .

dombivli maharashtra mumbai news coronavirus covid19 south africa