પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર બાદ હવે કેરળના ટેબ્લો પણ જોવા નહીં મળે

04 January, 2020 12:49 PM IST  |  Thiruvananthapuram

પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર બાદ હવે કેરળના ટેબ્લો પણ જોવા નહીં મળે

રામદાસ આઠવલે

પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર પછી હવે કેરળનો ટેબ્લો પણ ગણતંત્ર દિવસની પરેડમાં જોવા નહીં મળે. કેરળે પોતાના ટેબ્લોમાં થેય્યમ અને કલામંડલમની પારંપરિક કળાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેને સંરક્ષણ મંત્રાલયની સિલેકશન કમિટીએ ફગાવી દીધો છે. આ પહેલાં પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની ઝાંખીને ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ કરવાની મંજૂરી આપી ન હતી,ત્યારે આ મામલે શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્રની ઝાંખી હંમેશાં દેશનું આકર્ષણ રહ્યું છે. તેઓએ કહ્યું કે જો આ પ્રકારની કાર્યવાહી કૉન્ગ્રેસના શાસનમાં થઈ હોત તો મહારાષ્ટ્ર બીજેપી કૉન્ગ્રેસ પર પ્રહાર કર્યા હોત. 

ગણતંત્ર દિવસની પરેડમાં રાજપથ પરથી અનેક ટેબ્લો નીકળે છે જેમાં રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ અને કેન્દ્રીય મંત્રાલયની ઝાંખી હોય છે.

ramdas athawale sanjay raut shiv sena bharatiya janata party maharashtra