ગુરૂવાર સુધી મહારાષ્ટ્રમાં સરકારને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ જશે: શિવસેના

20 November, 2019 07:23 PM IST  |  New Delhi

ગુરૂવાર સુધી મહારાષ્ટ્રમાં સરકારને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ જશે: શિવસેના

સંજય રાઉત (PC : ANI)

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના સંદર્ભમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચે બુધવારે બેઠક યોજાવાની છે. આ પહેલા શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે મહત્વનું નિવેદન આપ્યુ હતું. તેમણે કહ્યુ હતું કે, આવનારા 5-6 દિવસમાં સરકાર બનાવવાની તમામ કાર્યવાહી પૂર્ણ થઈ જશે. ગઠબંધન અંગે ગુરુવાર બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

PM મોદી સાથે મુલાકાત કરવી એટલે એવું નથી કે કંઇક રંધાઇ રહ્યું છે : રાઉત
NCP અધ્યક્ષ શરદ પવાર અને PM મોદીની મુલાકાત અંગે રાઉતે જણાવ્યુ હતું કે, 'પીએમ સાથેની મુલાકાત કરવી એનો મતલબ એ નથી કે કંઈ રંધાઈ રહ્યુ છે. મહારાષ્ટ્રમાં ખેડુતો અનેક સમસ્યાઓથી ત્રસ્ત છે. શરદ પવાર અને ઉદ્વવ ઠાકરે હંમેશા ખેડુતોની ચિંતા કરે છે.' મહારાષ્ટ્રમાં ખુબ જલ્દીથી લોકપ્રિય અને મજબુત સરકાર બનશે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

ખેડુતોની સમસ્યા પર અમારા વતી શરદ પવાર વડાપ્રધાનને મળશે : રાઉત
શરદ પવાર અને વડાપ્રધાન મોદી વચ્ચે મુલાકાતની જાણકારી સંજય રાઉતે સોમવારે જ આપી હતી. તેમણે કહ્યુ હતું કે, ખેડુતોની સમસ્યા અંગે અમે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીશું. અમારા વતી શરદ પવાર વડાપ્રધાનને મળશે.

mumbai news sanjay raut shiv sena