01 April, 2026 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આગથી ફ્લૅટના કિચનની થયેલ દુર્દશાની ફાઇલ તસવીર
Thane Fire: મુંબઈમાં ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે બુધવારે વહેલી સવારે દિવામાં એક રેસિડેન્શિયલ બિલ્ડિંગને આગે ભરડામાં લીધી હતી. આ ભયાવહ ઘટનામાં બિલ્ડિંગના રહેવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જોકે, તાબડતોબ ફાયર બ્રિગેડની ટીમો ત્યાં પહોંચી જતાં આગને કાબૂ પર મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈને ઈજા થયાના અહેવાલ નથી.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના જણાવ્યા અનુસાર દિવા બીટ ફાયર સ્ટેશન (Thane Fire)માંથી લગભગ 1:54 વાગ્યે કૉલ આવ્યો હતો. દિવા વેસ્ટમાં દિવા રેલવે સ્ટેશન નજીક હનુમાન મંદિર નજીક સ્થિત બાબુરાવ રેસીડેન્સીમાં આગ લાગી હતી. આ ઘટના વિશે વાત કરવામાં આવે તો, આગ ફર્સ્ટ ફ્લોરના ફ્લેટ નં. 103માં લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોર વત્તા ચાર માળની આ બિલ્ડિંગમાં આગને કારણે ગભરાટ ફેલાઈ ગયો હતો. દિનેશ સાવંતના આ ફ્લેટમાં ભાડૂત સુશીલ મેસ્ત્રી રહેતા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આગ કિચનમાં લગાડવામાં આવેલ ઇલેક્ટ્રિકલ બોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે ફાટી નીકળી હતી. કિચનમાં લાગેલી આગે ત્યાં રહેલ રેફ્રિજરેટરને ભરડામાં લેતાં આ આગ વધારે ભભૂકી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓ રેસ્ક્યૂ વાહન સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ વધારે ખરાબ પરિણામ લાવે તે પહેલાં જ તેને કાબૂમાં લેવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનામાં મુંબઈ ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીએ મોટી દુર્ઘટના (Thane Fire) ટાળી દીધી હતી એમ કહી શકાય. પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે ફાયર વિભાગના કર્મચારીઓએ સખત મહેનત કરી હતી. અતિશય વસ્તીવાળા વિસ્તારમાં આવેલી આ બિલ્ડિંગમાં લાગેલી આગે સૌના જીવ અદ્ધર કરી નાખ્યા હતા. પરંતુ ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મોટો હાદસો ટળ્યો હતો.
તાજેતરમાં જ સાયન હૉસ્પિટલના એક્સ-રે ડીપાર્ટમેન્ટમાં સ્થાપિત સ્પ્લિટ એસીમાં વિસ્ફોટ થવાથી મોટી આગ ફાટી (Thane Fire) નીકળી હતી. વિન્ડો એસી કોમ્પ્રેસરમાં શોર્ટ-સર્કિટ થયે આ આગ ભભૂકી હતી. સ્પ્લિટ એસીનો મેઇન હિસ્સો બંધ ઓરડામાં વિસ્ફોટ થયો હતો. હાલમાં વીજ ઉપકરણો તેમજ ઇલેક્ટ્રિસિટી પોઇન્ટ્સની તપાસ ચાલી રહી છે. હૉસ્પિટલના આસિસ્ટન્ટ સેફટી મેનેજર આશિષ ચિત્રેએ જણાવ્યું કે અમ તો અકસ્માતોને કોઈ ટાળી શકતું નથી હોતું છતાં પણ અમે હૉસ્પિટલમાં ઠેરઠેર અગ્નિશામક પ્રણાલીઓ હોય એવી વ્યવસ્થા કરી છે. હૉસ્પિટલમાં અગ્નિશામક ઉપકરણો ઉપલબ્ધ હોવાથી અમે મોટી દુર્ઘટનાને થતાં થતાં રોકી શક્યા. અને ફાયર અધિકારીઓ પણ થોડી જ મિનિટોમાં પહોંચી ગયા.
હૉસ્પિટલની નર્સ વિજયા મોરે કહે છે એ દિવસે નોર્મલ ઓપીડીનો દિવસ હતો. અચાનક અવાજ સંભળાયો (Thane Fire) અને એક્સ-રે ડીપાર્ટમેન્ટમાંથી ગાઢ ધુમાડો આવતો દેખાવા લાગ્યો. અમે તરત જ સેફટીગાર્ડને ઇન્ફોર્મ કર્યા. અને દર્દીઓને બિલ્ડિંગમાંથી બહાર નીકળવાનું શરૂ કર્યું હતું.