Thane Crime: સગાંઓનો ઝગડો રોકવા વચ્ચે પડવું જીવલેણ બન્યું યુવક માટે- ઢોરમારથી થયું મોત

27 January, 2026 09:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Thane Crime: આ ઘટના વિશે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે થાણેના ભિવંડી શહેરમાં સોમવારે પારિવારિક વિવાદને પગલે એક ૨૩ વર્ષીય કાપડના વેપારીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ વેપારીને એટલો માર મારવામાં આવ્યો કે તેનું મોત નીપજ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના થાણેમાંથી એક ચોંકાવનારો હાદસો (Thane Crime) સામે આવ્યો હતો. આ ઘટના વિશે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે થાણેના ભિવંડી શહેરમાં સોમવારે પારિવારિક વિવાદને પગલે એક ૨૩ વર્ષીય કાપડના વેપારીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ વેપારીને એટલો માર મારવામાં આવ્યો કે તેનું મોત નીપજ્યું હતું. તમને જણાવી દઈએ કે આ હત્યાના કેસ મામલે ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. દિલશાદ મકબુલ અહમદ શાહની અટકાયત કરવામાં આવી છે એમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. આ ઘટના શાંતિનગરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક હૉટલ નજીક બની હતી.

કોની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ?

આ સમગ્ર હાદસા વિશે વાત કરવામાં આવે તો કપડા વેચવાના વ્યવસાયમાં સંકળાયેલ પીડિત મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાનો રહેવાસી હતો. હાલમાં તે ભિવંડીમાં રહેતો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. આ મામલામાં પીડિતના મોટા ભાઈ ગુલઝાર મકબુલ અહેમદ શાહે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી પણ આ વિસ્તારમૅ કપડાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેણે પોલીસમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. તેના નિવેદન (Thane Crime)ના આધારે પોલીસે મૃતકના ત્રણ સંબંધીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ ૧૦૩ (૧) (હત્યા) અને ૩ (૫) હેઠળ કેસ નોંધ્યો છે. આરોપીઓ વાત કરવામાં આવે તો ૨૦ વર્ષના આસિફ અબ્દુલહકીમ શાહ, ૨૩ વર્ષના અલીહસન અબ્દુલહકીમ શાહ અને ૨૫ વર્ષના મુઝફ્ફર અબ્દુલહકીમ શાહ સામે ફરિયાદ નોંધાઈ છે અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પારિવારિક ઝગડો જ્યારે હિંસક રૂપ લે છે

શાંતિનગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક વિનાયક ગાયકવાડે આ મામલે (Thane Crime) જણાવ્યું હતું કે આરોપી અને મૃતક સંબંધી થતા હતા અને એકબીજાને સારી રીતે જાણતા હતા. જોકે આ લોકો વચ્ચે અગાઉ પણ પારિવારિક વિવાદ થયો હતો.જે બાદમાં એટલો વકર્યો હતો કે તેણે હિંસક રૂપ લીધું હતું. જેને કારણે પીડિત વેપારીનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ૨૫ જાન્યુઆરીના રોજ થયેલા ઝઘડાને કારણે બની હતી. જે દરમિયાન પીડિતે તેની કાકી અને તેના પતિના મધ્યસ્થતાના પ્રયાસો સામે વાંધો ઉઠાવ્યો હતો.  આનાથી ગુસ્સે થયેલા ત્રણેય આરોપીઓએ દિલશાદ શાહ પર લોખંડના ધારદાર સળિયા વડે હુમલો કર્યો હતો. જેમાં તેમને જીવલેણ ઈજાઓ થતાં તેના રામ રમી ગયા હતા. નાયબ પોલીસ કમિશનર (ઝોન II) અને સહાયક પોલીસ કમિશનર સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ગુનાના સ્થળની મુલાકાત લીધી હતી અને વધુ તપાસ ચાલી રહી છે.

પૂણેમાં યુવકની હત્યાના ગુનામાં પાંચની ધરપકડ

આવો જ એક હત્યા (Thane Crime)નો કેસ પૂણેમાં બન્યો છે. પોલીસે ૧૮થી ૨૦ વર્ષની વયના પાંચ લોકોની ધરપકડ કરી છે, જેઓ પૂણેમાં એક યુવાનની કથિત હત્યા કરીને મધ્ય મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં ભાગી ગયા હતા, એમ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું. નિયમિત પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળતાં લાતુર પોલીસની ટીમે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આ કાર્યવાહી કરી હતી.

mumbai news mumbai thane crime thane mumbai police murder case maharashtra news bhiwandi