મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારનું 30 ડિસેમ્બરે મંત્રીમંડળનું વિસ્તરણ

24 December, 2019 09:34 PM IST  |  Mumbai

મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારનું 30 ડિસેમ્બરે મંત્રીમંડળનું વિસ્તરણ

મહારાષ્ટ્રમાં સરકાર બન્યાના 15 દિવસ બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઇ રહ્યું છે. 29 નવેમ્બરના રોજ શિવસેના, કોંગ્રેસ અને NCP ના ગઠબંધનથી મહારાષ્ટ્રમાં ચુંટણીના 1 મહિના બાદ સરકાર બની હતી. હવે PTI ના જણાવ્યા પ્રમાણે NCP ના નેતાએ કહ્યું કે મહારાષ્ટ્રમાં 30 ડિસેમ્બરના રોજ મંત્રીમંડલનું વિસ્તરણ થશે. જેમાં અજીત પવાર રાજ્યના ઉપમુખ્યપ્રધાન તરીકે શપથ લે તેવી સંભાવના છે. માનવામાં આનવી રહ્યું છે કે સરકારના મહત્વના ખાતાઓ શિવસેના અને કોંગ્રેસ પાસે રહે તેવી શક્યાતા સેવાઇ રહી છે.

શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત પછી ચર્ચા શરૂ થઈ
મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવારે સોમવારે સાંજે સહ્યાદી અતિથિ ગૃહમાં અંદાજે એક કલાક સુધી બેઠક કરી હતી. એનસીપી સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં સહયોગી પાર્ટી કોંગ્રેસના કોઈ નેતા હાજર નહતા. જોકે એક સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં શિવસેના નેતા અને ગૃહમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું કે, મુખ્યમંત્રી, મંત્રીવિસ્તરણ વિશે ઓફિશિયલ માહિતી આપવામાં આવશે.

શપથ માટે બોલાવે તેની રાહ જોઈએ છીએ : શરદ પવાર
આ પહેલાં NCP અધ્યક્ષ શરદ પવારે પત્રકારોને કહ્યું હતું કે, અમે પણ તે સમયની રાહ જોઈએ છીએ જ્યારે અમારા સહયોગીઓ શપથ માટે આમંત્રણ આપે. એનસીપીના મંત્રીઓના યાદી તૈયાર કરવાના સવાલ વિશે પવારે કહ્યું હતું કે, પાર્ટી કોઈ પણ વસ્તુને અંતિમ સ્વરૂપ આપવામાં વધારે સમય નથી લેતી.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

બે વાર ઉપમુખ્યમંત્રી રહી ચૂક્યા છે અજીત પવાર
અજીત પવાર બે વાર પૃથ્વીરાજ ચૌહાણના શાસનમાં ઉપ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તાજેતરમાં જ તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ ડેપ્યુટી સીએમ તરીકેના શપથ લીધા હતા. જોકે સાડા ત્રણ દિવસના કાર્યકાળમાં તેમણે પદભાર ગ્રહણ નહતો કર્યો. ત્યારપછી થયેલી રાજકીય ખેંચતાણના કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

mumbai news maharashtra uddhav thackeray