બીજી ગર્લફ્રેન્ડ, ડ્રગ્સ અને મારપીટ... તુનિશા કેસમાં બન્ને પરિવારોએ ખોલ્યા ભેદ

02 January, 2023 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શીઝાનની બહેને કહ્યું કે તુનિશા સાથે તેનો સંબંધ બહેન જેવો હતો. તે તેના પરિવારની નજીક હતી. તેણે શીઝાન પર મૂકેલા તમામ આરોપ ફગાવી દીધા. હકિકતે, આ પહેલા શુક્રવારે તુનિશાની મા અને મામા શીઝાન પર અનેક ગંભીર આરોપ મૂક્યા હતા.

તુનિશા શર્મા અને શીઝાન ખાનની ફાઈલ તસવીરોનું કૉલાજ

ટીવી એક્ટ્રેસ તુનિશા શર્માના (Tunisha Sharma) મૃત્યુ મામલે આરોપી શીઝાન ખાનના (Shezaan Khan) પરિવારે મીડિયા સાથે વાત કરતા દાવો કર્યો કે તુનિશાના સંબંધો તેના પરિવાર સાથે સારાં નહોતા. શીઝાનની બહેને કહ્યું કે તુનિશા સાથે તેનો સંબંધ બહેન જેવો હતો. તે તેના પરિવારની નજીક હતી. તેણે શીઝાન પર મૂકેલા તમામ આરોપ ફગાવી દીધા. હકિકતે, આ પહેલા શુક્રવારે તુનિશાની મા અને મામા શીઝાન પર અનેક ગંભીર આરોપ મૂક્યા હતા.

`તુનિશા સાથે બહેન જેવા હતા સંબંધ`
શીઝાનના પરિવારે સોમવારે મીડિયાને કહ્યું કે તુનિશાના સંબંધો પોતાના પરિવાર સાથે સારા નહોતાં. શીઝાનની બહેન ફલક નાઝે કહ્યું કે તુનિશા સાથે તેના સંબંધો તેની બહેન જેવા હતાં. તે તુનિશાને તકલીફમાં જોઈ શકતા નહોતા. તેમણે કહ્યું કે હિજાબને લઈને થતી વાતો પાયાવિહિન છે, જે તસવીરને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે, તે હિજાબવાળી તસવીર શૂટ દરમિયાનની છે. તુનિશાને કોઈ દરગાહ પર લઈ જવાની વાતથી પણ તેણે ક્યારે ના નથી પાડી. પૈસાના પ્રશ્ન પર શીઝાનના પરિવારે કહ્યું કે તુનિશાના પૈસા પર તેની માનું નિયંત્રણ હતું. 

તુનિશાની માતાના આરોપ ખોટા
શીઝાનના પરિવારે સ્પષ્ટ કર્યું કે તુનિશાની માએ જે પણ આરોપ શીઝાન અને તેના પરિવાર પર મૂક્યા છે, તે બધા ખોટા છે. ઉર્દૂ શીખવા મામલે શીઝાનના પરિવારે કહ્યું કે કોઈપણ ભાષાનો કોઈપણ ધર્મ સાથે કોઈ ખાસ સંબંધ હોતો નથી. તેમણે કહ્યું કે તુનિશા અને શીઝાન પહેલા જ અલગ થઈ ચૂક્યા હતા.

શીઝાનના પરિવારે ફગાવ્યા આરોપ
શીઝાનની માએ કહ્યું કે તુનિશા તેમની દીકરી જેવી હતી. તુનિશાની માએ જે પણ આરોપ મૂક્યા છે, તે ખોટા છે. તુનિશા તેમના પરિવારની ખૂબ જ નજીક હતી. શીઝાનનો પરિવાર તુનિશાના જન્મદિવસે સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યો હતો. શીઝાન પર મૂકવામાં આવેલા તમામ આરોપોને તેના પરિવારે ફગાવી દીધા છે. શીઝાનના વકીલનું કહેવું છે કે તુનિશા સુસાઈડા ત્રણ દિવસ પહેલાથી પોતાના ઘરે નહોતી. તેના સંબંધો પોતાના પરિવાર સાથે સારા નહોતા.

શીઝાન પર પૈસા ખર્ચતી હતી તુનિશા
વનિશા શર્માનું કહેવું છે કે તુનિશા પોતાના પૈસા શીઝાન પર ખર્ચતી હતી. ક્યારેક ખૂબ જ મોંઘી ભેટ તરીકે, તો ક્યારેક ગાડી અને ક્યારેક બીજી કોઈક રીતે. તુનિષા ગિફ્ટમાં પૈસા ખર્ચ કરતી. મેં પણ ડ્રાઈવરને 50 હજાર રૂપિયા આપ્યા હતા. તુનિશાની ગાડી તેને લેવા-છોડવા જતી હતી.

શીઝાનની મા પણ કરતી હતી તેની બીજી ગર્લફ્રેન્ડની વાત
વનિશા શર્માએ શીઝાનની માને પણ આડે હાથ લીધી અને કહ્યું કે તે પણ તુનિશા સાથે શીઝાની બીજી ગર્લફ્રેન્ડ વિશે વાત કરીને તેને હેરાન કરતી હતી અને તેણે પોતે આ મામલે શીઝાનની મા સાથે પણ વાત કરી હતી. તુનિશાએ પોતાની માને કહ્યું કે, અમ્મા મને ખૂબ જ ડિસ્ટર્બ કરે છે.

શીઝાને તુનિશા પર ઉઠાવ્યો હાથ
તુનિશાની માએ શીઝાન પર હજી પણ અનેક ગંભીર આરોપ મૂક્યા. તેમણે કહ્યું કે શીઝાન સેટ પર ડ્રગ્સ લેતો હતો. તુનિશાએ એક દિવસ સેટ પર જ્યારે શીઝાનનો મોબાઈલ ચેક કર્યો, ત્યારે શીઝાનના બીજી છોકરીઓ સાથેના સંબંધોમાં હોવાની વાત ખબર પડી હતી. ત્યાર બાદ બન્નેમાં ઝગડો થયો અને ત્યારે શીઝાને તુનિશા પર હાથ ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો: પૂછપરછ દરમિયાન ધ્રુસકે ધ્રુસકે રડ્યો તુનિશાનો પૂર્વ શીઝાન ખાન: સુત્રો

તુનિશા સાથે મારપીટ કરતો હતો શીઝાન
તુનિશાની માએ તુનિશા સાથે શીઝાનના મારપીટ કરવાની વાત ભલે અત્યારે કહી હોય, પણ તુનિશાના મિત્ર પહેલાથી જ શીઝાન પર આ આરોપ મૂકી ચૂક્યા છે. તુનિશાની મિત્ર રાયા લબીબે શીઝાન પર ગંભીર આરોપ મૂક્યા છે. લબીબે કહ્યું કે શીઝાને તુનિશાને એકવાર નહીં પણ વારંવાર માર્યો છે અને પોતે તુનિશાએ આ વાત જણાવી હતી. આ રીતે તુનિશાની કૉરિયોગ્રાફર મિત્ર પ્રિયા સોનીએ પણ શીઝાનના તુનિશા સાથેના હિંસક વ્યવહાર કરવાની વાત કહી છે.

આ પણ વાંચો : શીઝાનની માતા અને બહેનોએ પ્રેસ કોન્ફરન્સ કરી નકાર્યા તમામ આક્ષેપ, જાણો શું કહ્યું

ઉલ્લેખનીય છે કે, શીઝાન પર જે નવા-નવા આરોપ મૂકાઈ રહ્યા છે, જો તે તપાસમાં સાચા પડે છે, તો તેની મુશ્કેલીઓ હજી વધી શકે છે. શીઝાન પહેલાથી આ મામલે પોલીસની અટકમાં આવી ચૂક્યો છે અને પોલીસે તેની લાંબી પૂછપરછ કરી છે. હવે તેને ન્યાયિક અટક માટે જેલ મોકલી દેવામાં આવ્યો છે.

Mumbai Mumbai news entertainment news indian television television news gujarati mid-day Crime News mumbai crime news